ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ
અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે તલપાપડ થઈ રહ્યું છે. તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરનારા યુરોપના 8 દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગશે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આવનાર 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી આયાત થતા માલ પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટેરિફ 1 જૂનથી વધારીને 25 ટકા કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ કરાર ન થાય.
'ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ'
ટ્રમ્પે ટેરિફ ઝીંકતા કહ્યું "વિશ્વ શાંતિ ખતરામાં છે. ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ અને ડેનમાર્ક તેના અંગે કંઈ કરી શકતું નથી, આ સંભવિત ખતરનાક પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી અને શંકા વિન...
