Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...
અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

Breaking News, LifeStyle, Politics, What's Hot
અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય. અધિકારીઓ બાળકને પોતાની સાથે લઈ ગયા અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવ...
Ahmedabad/ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલો, PM મોદી અને અમિત શાહ પણ નિશાના પર, ખાલિસ્તાની ઈમેઈલથી ખળભળાટ

Ahmedabad/ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલો, PM મોદી અને અમિત શાહ પણ નિશાના પર, ખાલિસ્તાની ઈમેઈલથી ખળભળાટ

Breaking News, Politics, What's Hot
અમદાવાદ: 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં આતંકી ફફડાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. ખાલિસ્તાની માનસિકતા અને રાષ્ટ્રવિરોધી લખાણ 'Deloar Deloar' નામના આઈડી પરથી મોકલવામાં આવેલા આ મેઈલમાં અત્યંત ભયાનક અને રાષ્ટ્રવિરોધી વાતો લખવામાં આવી છે.  મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે 26 મી જાન્યુઆરીએ શાળાઓમાં ભારતીય તિરંગો લહેરાવવામાં ન આવે. ધમકી આપનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ખાલિસ્તાનના દુશ્મન' ગણાવી તેમને ટાર્ગેટ કરવાની વાત કરી છે. મેઈલના વિષયમાં રાત્રે ૧૧ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ' જેવા સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ...
દુઃખદ / વડોદરામાં ચાલકને હાર્ટ એટેક આવતાં કાર બે બાઈક સાથે અથડાઈ, ડ્રાઈવરનું મોત, વાહનોને ઘણું નુકશાન

દુઃખદ / વડોદરામાં ચાલકને હાર્ટ એટેક આવતાં કાર બે બાઈક સાથે અથડાઈ, ડ્રાઈવરનું મોત, વાહનોને ઘણું નુકશાન

Breaking News, Travel, What's Hot
વડોદરામાં ચાલુ કારમાં કાર ચાલકને હાર્ટ એટેક આવતા તેઓએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો હતો. હાર્ટ એટેક આવતા હિતેશભાઈ ઠક્કરનું મોત નિપજ્યું હતું. તેમજ કારે બે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા નજીક પોલીસ હેડ ક્વાર્ટર પાસે આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલુ કારે ચાલકને અચાનક હ્રદયરોગનો હુમલો આવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પરિણામે કાર બે બાઈક સાથે અથડાઈ હતી. હાર્ટ એટેક આવતા કાબે બે બાઈકને અડફેટે લીધા અકસ્માત સર્જનાર કાર ચાલક 62 વર્ષીય હિતેશભાઈ ઠક્કરનું સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું. તેઓ મકરપુરા જાનકીપાર્ક સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હિતેશભાઈ કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે બાદ કારે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવા...
ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

Breaking News, Uncategorized, What's Hot
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. Ahmedabad Baherampura News: ઘણીવાર એક તરફ પ્રેમમાં માણસ એટલી હદે જનૂની બની જાય છે કે તે કશું પણ કરી બેસે છે. આવી જ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની છે. જ્યાં એક તરફી પ્રેમમાં પ્રેમીએ તેની પ્રેમિકા પર ભર બજારમાં ચાકુ વડે ઘા મારીને હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હાલ તે મહિલા અને તેના પરિવારજનોએ આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ આ યુવતી બેહરામપુરા વિસ્તારમાં રહે છે. બહેરામપુરામાં રસુલ કડીયાની ચાલીમાં રહેતી આ યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક પણ બહેરામપુરામાં જ રહે છે. વાત જાણે એમ છે કે આ મહિલાને લગ્ન શહેબાઝ નામના વ્યક્તિ સાથે થયા હતા જે બાદમાં બંને વચ્ચે મેનમેળ નહીં હોવાથી બંને અલગ પણ થઈ ગયા હતા. આ પછી...
‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

Breaking News, Politics, What's Hot
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન ગામમાં એક જાહેર મંચ પરથી તેમણે સ્વીકાર્યું કે તેઓ માત્ર ભાષણ આપીને જનતાને 'મૂર્ખ' બનાવવા અને વોટ લઈને ચૂંટણી જીતવાની કળા જાણે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભક્ત મીરાના પ્રસંગ પર બોલતી વખતે તેમણે આ વાત કહી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'મારું કામ તો જનતાને મૂર્ખ બનાવવાનું છે' કાલવાન ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં, મીરા અને કૃષ્ણના પ્રસંગો સંભળાવતી વખતે કિરોડી લાલ મીણા બોલ્યા, "‘મીરાએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી હતી. તમે સૌ જાણો છો, હું તો આ વિષયમાં વધારે સમજતો નથી. અમારે તો જનતાની વચ્ચે આવવાનું, ભાષણ આપીને મૂર્ખ બનાવવાના, વોટ લઈ જવાના, ચૂંટણી જીતી જવાની, આ થોડી ઘણી કળા હું જાણું છું, વધારે તો હું નથી...
Jammu and Kashmir news: ડોડામાં, સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, દુર્ઘટનામાં 10 જવાન શહીદ

Jammu and Kashmir news: ડોડામાં, સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, દુર્ઘટનામાં 10 જવાન શહીદ

Breaking News, Travel, What's Hot
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની છે. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે આર્મી કેસ્પર ટ્રક ઊંડી ખાડીમાં પડી ગઈ, જેમાં 10 સૈનિકો શહીદ થયા અને 10 અન્ય ઘાયલ થયા. કેસ્પર ટ્રક ડોડાના ભાદરવાહ-ચંબા રોડ પર જઈ રહી હતી, જે પહેલાથી જ ખૂબ જ ખરાબ હાલતમાં છે. કેસ્પર ટ્રક લગભગ 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ઝડપી ગતિએ કામ કરી રહી છે.ડોડામાં પરિસ્થિતિ સંવેદનશીલ  જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા સ્થિતિ સંવેદનશીલ રહી છે. તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળોની કામગીરીમાં વધારો થયો છે. ડોડા જિલ્લામાં, ખાસ કરીને પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી અંગે ચિંતા વધી રહી છે. ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં 30-35 પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ સક્રિય હોઈ શકે છે, જે જંગલોમાં છુપાયેલા છે. ...
ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ

ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ

Breaking News, What's Hot
અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે તલપાપડ થઈ રહ્યું છે. તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરનારા યુરોપના 8 દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આવનાર 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી આયાત થતા માલ પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટેરિફ 1 જૂનથી વધારીને 25 ટકા કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ કરાર ન થાય. 'ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ' ટ્રમ્પે ટેરિફ ઝીંકતા કહ્યું "વિશ્વ શાંતિ ખતરામાં છે. ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ અને ડેનમાર્ક તેના અંગે કંઈ કરી શકતું નથી, આ સંભવિત ખતરનાક પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી અને શંકા વિન...
બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

Breaking News, LifeStyle, Technology
Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે. અનેક કિસ્સાઓમાં, એવું બહાર આવ્યું છે કે આયાત નાણાંના બદલામાં સામે વિદેશમાં મોકલવામાં આવતો માલ દેશમાં આવતો જ નથી, જેના કારણે ભંડોળના દુરુપયોગનું જોખમ વધે છે. નુવામાના એક્સપર્ટસના મતે 'અગાઉથી પેમેન્ટ કરવા છતાં સોનું અથવા અન્ય ધાતુઓ આવતી નથી, ત્યારે વિદેશમાં મોકલવામાં આવતા નાણાં શંકાસ્પ...
જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

LifeStyle, Technology
Packaged Drinking Water: પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ રંગના પાણીનો સંકેત આપે છે, જેમ કે આલ્કલાઇન, સ્પ્રિંગ કે ફ્લેવર્ડ. જો કે શુદ્ધ પાણી જાણવા માટે રંગ નહીં, બોટલનું લેબલ અને ગુણવત્તા માનક જોવું જરૂરી છે. Packaged Drinking Water: ઘણી વખતે આપણે જોયું હશે કે પેક કરેલી પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ હોય છે. આ જોઈને વિચાર્યું પણ હશે કે આ રંગ માત્ર દેખાડા માટે જ છે કે આનો કોઈ અર્થ નીકળે છે? સોશિયલ મીડિયા પર ઘણીવાર દાવાઓ કરવામાં આવે છે કે દરેક ઢાંકણા અલગ પ્રકારના પાણીનો સંકેત આપે છે, જેમાં કે ભૂરો, લાલ, લીલો, સફેદ કે કાળો. જો કે નિષ્ણાતોએ જણાવ્યું કે આ રંગ ખરેખર પાણીના પ્રકાર અને તેના ઉપયોગનો સંકેત હોય શકે છે. પણ હંમેશા લેબલ જોઈને જ પાણી ખરીદવું સુરક્ષિત હોય છે. બોટલના કલરનો અર્થ એક અહેવાલ પ્રમાણે, બોટલનો કલર ઘણીવાર પાણીનો પ્રકાર જણાવે છે. જેમ કે ભૂરું ઢાંકણું મોટાભાગે સ્પ્રિં...