Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

NEET-UG ઉમેદવારો માટે મોટી જાહેરાત, NTAએ શરૂ કર્યો ઓફિશિયલ WhatsApp નંબર

NEET-UG ઉમેદવારો માટે મોટી જાહેરાત, NTAએ શરૂ કર્યો ઓફિશિયલ WhatsApp નંબર

What's Hot
NTA એ 21 જૂનની NEET-UG પુનઃપરીક્ષા માટે ઓફિશિયલ વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. આનાથી વિદ્યાર્થીઓને સચોટ માહિતી મળશે અને અફવાઓથી બચી શકાશે. મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષામાં સામેલ થઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અફવાનો ભોગ ન બને તે માટે NTA એ ઓફિશિયલ વોટ્સએપ ચેનલની શરૂઆત કરી છે. આ ચેનલના માધ્યમથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સંબંધિત તમામ સચોટ અને સત્તાવાર વિગતો સીધી તેમના મોબાઈલ પર મળી રહેશે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપતા NTA એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આ ડિજિટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. બ્લુ ટિક અને વેરિફાઇડ નંબર તપાસવો જરૂરી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સચેત કરતા સ્પષ્ટ...
નેશનલ / NTAની મોટી ભૂલ! NEET ઉમેદવારે માંગ્યું નાગપુર સેન્ટર, એડમિટ કાર્ડમાં આવ્યું અબુ ધાબી

નેશનલ / NTAની મોટી ભૂલ! NEET ઉમેદવારે માંગ્યું નાગપુર સેન્ટર, એડમિટ કાર્ડમાં આવ્યું અબુ ધાબી

What's Hot
NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ પુનઃપરીક્ષા માટે નાગપુરના અબ્દુલ્લા નામના વિદ્યાર્થીને સીધા અબુ ધાબી (UAE) માં એક કેન્દ્ર ફાળવ્યું છે. જો કે એવું નથી કે એનટીએ વિદેશમાં કેન્દ્ર આપતુ નથી પરંતુ તે ફક્ત એનઆરઆઇ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હોય છે. નીટ પરીક્ષા 21 જૂને દેશભરમાં ફરીથી યોજાવાની છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે, ત્યારે નાગપુરના રહેવાસી અબ્દુલ્લા મોહમ્...
હવામાન / ‘ગોડ્ઝીલા’ અલનીનો ફરી સક્રિય થશે? વરસાદને લઈને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

હવામાન / ‘ગોડ્ઝીલા’ અલનીનો ફરી સક્રિય થશે? વરસાદને લઈને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

Breaking News
વિશ્વભરમાં બદલાતા હવામાન વચ્ચે હવે 'અલ નીનો' ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનામાં અલ નીનો વધુ શક્તિશાળી બની શકે છે, જેના કારણે ભારતના ચોમાસા પર પણ અસર થવાની શક્યતા છે. જો આ પ્રણાલી વધુ પ્રબળ બનશે તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને ખેડૂતો સહિત સામાન્ય લોકોની ચિંતા વધી શકે છે. લોકોને ચિંતામાં મૂકતી એક મોટી હવામાન ઘટના ફરી ચર્ચામાં આવી છે. દુનિયાભરના ઘણા દેશોમાં ક્યાંક ભારે ગરમી તો ક્યાંક આંધી-તોફાન અને અતિશય વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં પણ ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં ચિંતા વધી છે. આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં 'અલ નીનો' નામની હવામાન પ્રણાલી વધુ શક્તિશાળી બની શકે છે, જેને કેટલાક હવામાન નિષ્ણાતો 'ગોડઝિલા અલ નીનો' તરીકે પણ ઓળખાવી રહ્યા છે. વિશ્વભરમાં બદલાતા હવામાન વચ્ચે હવે 'અલ ...
નેશનલ / કોલકાતામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી આફત, વીજળી પડતાં 141 મુસાફરોના જીવ બચ્યા

નેશનલ / કોલકાતામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી આફત, વીજળી પડતાં 141 મુસાફરોના જીવ બચ્યા

Breaking News
Kolkata Airport: કોલકાતા એરપોર્ટ પર વાવાઝોડા દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે. ત્યારબાદ 141 મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી, તપાસ કરીને બીજી ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી શુક્રવારે અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી હતી ત્યારે ભારે વાવાઝોડા દરમિયાન વીજળી પડી, જેની ચપેટમાં ફ્લાઈટ આવી ગઇ હતી. સલામતીની સાવચેતી રાખીને મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને જરૂરી તપાસ કરવામાં આવી. વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી. સમાચાર એજન્સી અનુસાર સાવચેતી તરીકે બે ગ્રાઉન્ડ વર્કર્સને તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા. સૂત્રો કહે છે કે કોઈ ઈજા થઈ નથી. સમાચાર એજન્સી અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે કોલકાતા એરપોર્ટ પર તોફાન દરમિયાન અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી. શું...
ટેક / ભારતમાં નોકરીઓનું ગણિત બદલાઈ રહ્યું છે, 37% શરૂઆતના કામ AIના હવાલે

ટેક / ભારતમાં નોકરીઓનું ગણિત બદલાઈ રહ્યું છે, 37% શરૂઆતના કામ AIના હવાલે

Technology
એક સમય હતો જ્યારે AIને ભવિષ્યની ટેકનોલોજી માનવામાં આવતું. આજે સ્થિતિ એવી છે કે, ઓફિસોમાં રોજિંદા કામકાજથી લઈને કોડ લખવા, રિપોર્ટ તૈયાર કરવા અને ડેટા એનાલિસીસ સુધીના તમામ કામો માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AIનો સૌથી મોટો પ્રભાવ એન્ટ્રી-લેવલની નોકરીઓ પર જોવા મળી રહ્યો છે.  બે જાણીતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતમાં એન્ટ્રી-લેવલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા લગભગ 37 ટકા કામો હવે AIથી થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વની એવરેજ 33 ટકા કરતા વધુ છે. જે દર્શાવે છે કે, AI અપનાવવાની બાબતમાં ભારત વિશ્વના ઘણા દેશોથી આગળ છે.  ભારત, અમેરિકા અને બ્રિટનની 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓના 750 સિનિયર એચઆર મેનેજર્સનું માનવું હતું કે, આગામી વર્ષોમાં ફેશર્સની ભૂમિકા બદલાશે. અત્યાર સુધી નવા કર્મચારીઓ જે કામો કરતા જેમ કે, ડેટા એકત્ર કરવો, દસ્તાવેજો તૈયાર કરવા તેમાંથી ઘણા કામો AI કરી ...
બિઝનેસ / સોના-ચાંદીમાં મોટો ઘટાડો, ચાંદી ₹8899 અને સોનું ₹5350 સસ્તું થયું

બિઝનેસ / સોના-ચાંદીમાં મોટો ઘટાડો, ચાંદી ₹8899 અને સોનું ₹5350 સસ્તું થયું

Business
ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. અમેરિકી નીતિઓ અને ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ પર સતત દબાણ વધી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. અમેરિકી નીતિઓ અને ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ પર સતત દબાણ વધી રહ્યું છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી બંનેના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતા અને મજબૂત ડોલરના કારણે બજારમાં નબળાઈ આવી છે. સવારે 11 વાગ્યાની આસપાસ MCX પર સોનું લગભગ 2.06% ઘટીને ₹1,46,240 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં વધુ મોટો ઘટાડો જોવા મળ્યો અને તે લગભગ 3.73% તૂટીને ₹2,28,721 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી. ફ્યુચર માર્કેટની શરૂઆત પણ નબળી MCX પર ફ્યુચર માર્કેટની શરૂઆત પણ નબળી રહી હતી. સો...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નવી પહેલ, “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી ભાડુઆત વેરિફિકેશન થશે સરળ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નવી પહેલ, “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી ભાડુઆત વેરિફિકેશન થશે સરળ

Breaking News
Ahmedabad Police Pratiraksha Software : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ટેક્નોલોજી આધારિત મોટું પગલું : “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી વધશે શહેરની સુરક્ષા, ડિજિટલ યુગમાં સુરક્ષા વ્યવસ્થાને મળશે નવી દિશા Ahmedabad Police Pratiraksha Software : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક આધુનિક ડિજિટલ સોફ્ટવેર “પ્રતિરક્ષા” વિકસાવ્યું છે. આ નવી સિસ્ટમ દ્વારા ભાડુઆતો, ઘરઘાટીઓ, કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓની ઓળખ તથા દસ્તાવેજોની ચકાસણી હવે વધુ ઝડપી અને અસરકારક રીતે કરી શકાશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ ટેક્નોલોજી આધારિત પહેલ ગુનાખોરી સામેની લડતમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભાડુઆત અને કર્મચારીઓનું વેરિફિકેશન બનશે સરળ શહેરમાં રહેવા આવતા ભાડુઆતો, ઘરઘાટીઓ અને વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની માહિતી ચકાસવાની પ્રક્રિયા લાંબા સમયથી પડકારરૂપ રહી છે. “પ્રતિરક્ષા” સોફ્ટવેરના ઉપયોગથી આધા...
ગુજરાત / અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં તંત્રની મોટી કાર્યવાહી, 162 કર્મચારીઓના ટ્રાન્સફર

ગુજરાત / અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં તંત્રની મોટી કાર્યવાહી, 162 કર્મચારીઓના ટ્રાન્સફર

Breaking News
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવાના હેતુથી એક નવો સપાટો બોલાવવામાં આવ્યો છે. તેમણે તાત્કાલિક અસરથી જિલ્લાના ૧૬૨ પોલીસ કર્મચારીઓની સામૂહિક આંતરિક બદલીના આદેશો કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પ્રશાસનમાંથી આ વહીવટી વર્ષના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ લોકાભિમુખ, ચુસ્ત અને મજબૂત બનાવવાના આશય સાથે પોલીસ તંત્રમાં એક સામૂહિક બદલીઓનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી સુગમતાને સર્વોચ્ચ અગ્રતા આપીને તાકીદની અસરે એકસાથે 162 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે. એક જ ઝાટકે આટલી મોટી સંખ્યામાં થયેલા ફેરફારને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં અને વિવિધ પોલીસ મથકોમાં ભારે ફફડ...
મહારાષ્ટ્ર / શિવસેના UBTના 6 બળવાખોર સાંસદોને Y+ સુરક્ષા, ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોનો વિરોધ

મહારાષ્ટ્ર / શિવસેના UBTના 6 બળવાખોર સાંસદોને Y+ સુરક્ષા, ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોનો વિરોધ

Politics
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT) ની અંદર એક બહુ મોટા ભંગાણના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો એકનાથ શિંદે જૂથના સંપર્કમાં હોવાની અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર આ તમામ બળવાખોર સાંસદોને તાત્કાલિક ધોરણે Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકીય મેદાન પરથી આ સમયના સૌથી સનસનાટીપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના (UBT) માં એકવાર ફરી વર્ષ 2022 જેવો જ મોટો બળવો થવાની અટકળોએ જોર પકડ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો પક્ષ બદલીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા માટે તૈયાર બેઠા હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું કદમ ઉઠાવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમો અને આંતરિક રોષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના નિર્દેશ પર મહારાષ્ટ્ર પોલીસે આ તમામ 6 બળવાખોર સાંસદોને તાત્કાલિક પ્રભાવથી Y+ શ્રેણી સમાન સ્થાનિક સુરક્ષા વ્ય...
ભારત / અમિત શાહ અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

ભારત / અમિત શાહ અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

What's Hot
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક મળી બેઠકમાં આતંકવાદ, ડ્રગ્સ, સીમા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને અમિત શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. આતંકવાદ સામેની લડતને વધુ મજબૂત બનાવવાના મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નશીલા પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસો વધારવા અંગે પણ ચર્ચા થઈ. ભારત અને અમેરિકા બંનેની સરહદ સુરક્ષા મજબૂત બનાવવા માટે સહકાર વધારવા પર ભાર મૂકાયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું, "ગૃહમંત્રી અમિત શાહ સાથે સારી મીટિંગ થઇ. આતંકવાદ સામે લડવા, આપણા લોકોને નશીલા પદાર્થોથી બચાવવા અને ગેરકાયદેસર ઘૂસાડાતાં ડ્રગ્સથી બચાવવા, પોતાની સીમાને સુરક્ષ...