Friday, June 19News That Matters

What’s Hot

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

Breaking News, Politics, What's Hot
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન ગામમાં એક જાહેર મંચ પરથી તેમણે સ્વીકાર્યું કે તેઓ માત્ર ભાષણ આપીને જનતાને 'મૂર્ખ' બનાવવા અને વોટ લઈને ચૂંટણી જીતવાની કળા જાણે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભક્ત મીરાના પ્રસંગ પર બોલતી વખતે તેમણે આ વાત કહી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'મારું કામ તો જનતાને મૂર્ખ બનાવવાનું છે' કાલવાન ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં, મીરા અને કૃષ્ણના પ્રસંગો સંભળાવતી વખતે કિરોડી લાલ મીણા બોલ્યા, "‘મીરાએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી હતી. તમે સૌ જાણો છો, હું તો આ વિષયમાં વધારે સમજતો નથી. અમારે તો જનતાની વચ્ચે આવવાનું, ભાષણ આપીને મૂર્ખ બનાવવાના, વોટ લઈ જવાના, ચૂંટણી જીતી જવાની, આ થોડી ઘણી કળા હું જાણું છું, વધારે તો હું નથી...
Jammu and Kashmir news: ડોડામાં, સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, દુર્ઘટનામાં 10 જવાન શહીદ

Jammu and Kashmir news: ડોડામાં, સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, દુર્ઘટનામાં 10 જવાન શહીદ

Breaking News, Travel, What's Hot
જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની છે. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે આર્મી કેસ્પર ટ્રક ઊંડી ખાડીમાં પડી ગઈ, જેમાં 10 સૈનિકો શહીદ થયા અને 10 અન્ય ઘાયલ થયા. કેસ્પર ટ્રક ડોડાના ભાદરવાહ-ચંબા રોડ પર જઈ રહી હતી, જે પહેલાથી જ ખૂબ જ ખરાબ હાલતમાં છે. કેસ્પર ટ્રક લગભગ 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ઝડપી ગતિએ કામ કરી રહી છે.ડોડામાં પરિસ્થિતિ સંવેદનશીલ  જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા સ્થિતિ સંવેદનશીલ રહી છે. તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળોની કામગીરીમાં વધારો થયો છે. ડોડા જિલ્લામાં, ખાસ કરીને પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી અંગે ચિંતા વધી રહી છે. ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં 30-35 પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ સક્રિય હોઈ શકે છે, જે જંગલોમાં છુપાયેલા છે. ...
ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ

ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ

Breaking News, What's Hot
અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે તલપાપડ થઈ રહ્યું છે. તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરનારા યુરોપના 8 દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આવનાર 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી આયાત થતા માલ પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટેરિફ 1 જૂનથી વધારીને 25 ટકા કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ કરાર ન થાય. 'ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ' ટ્રમ્પે ટેરિફ ઝીંકતા કહ્યું "વિશ્વ શાંતિ ખતરામાં છે. ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ અને ડેનમાર્ક તેના અંગે કંઈ કરી શકતું નથી, આ સંભવિત ખતરનાક પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી અને શંકા વિન...
BMCમાં જીત્યા છતાં પણ ભાજપમાં ખુશી કેમ નહી? આખરે કઈ વાતને લઈ પાર્ટીમાં મંથન શરૂ

BMCમાં જીત્યા છતાં પણ ભાજપમાં ખુશી કેમ નહી? આખરે કઈ વાતને લઈ પાર્ટીમાં મંથન શરૂ

Breaking News, Politics, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ઐતિહાસિક 89 બેઠકો જીતવા છતાં, ભારતીય જનતા પાર્ટી (BJP) પરિણામથી સંપૂર્ણપણે ખુશ નથી. 2002 પછી કોઈ પણ પક્ષ દ્વારા એકલા હાથે જીતવામાં આવેલી આ સૌથી વધુ બેઠકો હોવા છતાં, પાર્ટીના આંતરિક સૂત્રો તેને અપેક્ષાઓથી ઓછું પ્રદર્શન ગણાવી રહ્યા છે. ભાજપે ઓછામાં ઓછી 110 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે તેનાથી ઘણું પાછળ રહી ગયું, જેના કારણે હવે ચૂંટણી પ્રચારમાં શું ખોટું થયું તેની આંતરિક સમીક્ષા શરૂ થઈ ગઈ છે. જીત છતાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નહીં પાર્ટીના નેતાઓ આ નિરાશાજનક પ્રદર્શન માટે મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર ગણાવી રહ્યા છે: મુંબઈ એકમમાં સંકલનનો અભાવ, ઉમેદવારોની પસંદગીમાં ખામીઓ અને રાજ-ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા 'મરાઠી અસ્મિતા અને મુંબઈ ગૌરવ'ના મુદ્દાનો અસરકારક રીતે સામનો ન કરી શકવો. એક ભાજપ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું, "પાર્ટીએ ...
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

Breaking News, LifeStyle, Politics, Technology, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. જોકે કેટલાક સૂત્રોએ એવો દાવો કર્યો કે એકનાથ શિંદેએ ભાજપની મજબૂરીને ભાળી જતાં મોટો દાવ રમી નાખ્યો છે. તેઓ મુંબઈના મેયર પદની માગણી કરીને ભાજપને દબાણમાં લાવી શકે છે. કારણ કે હાલમાં એકનાથ શિંદે ભાજપ માટે કિંગમેકરની ભૂમિકામાં છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.  ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્...
ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ: બાંગ્લાદેશી આતંકીઓ અને ખાલિસ્તાની સંગઠનોનું મોટું કાવતરું

ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ: બાંગ્લાદેશી આતંકીઓ અને ખાલિસ્તાની સંગઠનોનું મોટું કાવતરું

Breaking News, What's Hot
ભારતના ૨૬મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના રાષ્ટ્રીય પર્વ પહેલા દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, બાંગ્લાદેશી આતંકી સંગઠનો અને ખાલિસ્તાન સમર્થિત જૂથો પાકિસ્તાની એજન્સી ISI ની મદદથી દેશમાં મોટી તબાહી મચાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ISI અને લોકલ ગેંગસ્ટરોનું ગઠબંધન ગુપ્તચર અહેવાલ મુજબ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ વખતે સ્થાનિક ગેંગસ્ટરો અને સ્લીપર સેલનો ઉપયોગ કરી રહી છે. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સક્રિય ગુનેગારોને વિદેશમાં બેઠેલા આકાઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ આતંકીઓનો પ્લાન દિલ્હી સહિત અનેક શહેરોમાં એકસાથે હુમલા કરવાનો છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર ગત વર્ષે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા, જેને ધ્...
BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

Breaking News, Politics, What's Hot
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં. કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન? ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે. અડવાણી અને જોશી મ...
હૃદયદ્રાવક / પંજાબના બઠિંડામાં ડિવાઇડર સાથે ફોર્ચ્યુનરની ભયાનક ટક્કર, મહિલા સહિત 5 ગુજરાતીઓના મોત

હૃદયદ્રાવક / પંજાબના બઠિંડામાં ડિવાઇડર સાથે ફોર્ચ્યુનરની ભયાનક ટક્કર, મહિલા સહિત 5 ગુજરાતીઓના મોત

Breaking News, Travel, What's Hot
Punjab Bathinda Car Accident : સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ અને પછી... Punjab Bathinda Car Accident : પંજાબથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે સવારે બઠિંડા જિલ્લાના નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના પાંચ યુવાનોના દુઃખદ અવસાન થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. શું છે સમગ્ર ઘટના ? વિગતો મુજબ શિમલાની મુસાફરી પૂર્ણ કરીને પરત ફરતી એક ફોર્ચ્યુનર કાર બઠિંડા નજીક ગુડતડી ગામ પાસે અચાનક અકસ્માતનો ભોગ બની. આ તરફ સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર ...
Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ  માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે  પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  આત્મહત્યાનું કારણ અકબંધ!  વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4મ...
‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

Breaking News, LifeStyle, What's Hot
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓથી પૂર્વી ભારત એવા લોકોની ચુંગાલમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળનો વારો છે. આજે બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. ટીએમસી સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ લેતા અટકાવી રહી છે. બંગાળમાંથી આવી નિર્દય સરકારને ઉથલાવી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની પીએમ મોદીએ કહ્યું કે, ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જ્યારે બિહારે ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટી કાઢી છે.  માલદાની ...