Friday, June 19News That Matters

Indian Armyનો મોટો નિર્ણય, સ્વદેશી તોપોથી હવે વધશે ફાયરપાવર

ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે.

ભારતીય સેના પોતાની આર્ટિલરી શક્તિને મોટાપાયે આધુનિક બનાવી રહી છે. તેનો મુખ્ય હેતુ જૂની તોપોને હટાવીને નવી, લાંબી રેન્જ સુધી માર કરતી અને ઝડપી રીતે તૈનાત થઈ શકતી સ્વદેશી 155 મીમી તોપોનો સમાવેશ કરવાનો છે. આ સમગ્ર અભિયાન ‘ફીલ્ડ આર્ટિલરી રેશનલાઇઝેશન પ્લાન’ હેઠળ ચાલી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવે છે.

સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં

ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે. સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં છે, જેથી કુલ સંખ્યા આશરે 414 સુધી પહોંચી શકે. ATAGS પ્રોજેક્ટ પણ મહત્વપૂર્ણ છે, જેની મારક ક્ષમતા 48 કિમીથી વધુ છે. તેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમ હોવાથી ઝડપથી તૈનાતી શક્ય બને છે.

જૂની 130 મીમી તોપોને 155 મીમીમાં બદલવામાં આવી રહી છે

આ પ્રોજેક્ટ હેઠળ 307 તોપોનો મોટો કરાર 2025માં થયો છે અને પ્રથમ રેજિમેન્ટ 2027 સુધી તૈયાર થશે. સેના 400 નવી ટોયડ ગન સિસ્ટમ ખરીદવાની પણ તૈયારીમાં છે, જેને આગળ વધારીને 1200 સુધી લઈ જવાની યોજના છે. ઉપરાંત “શારંગ અપગ્રેડ” હેઠળ જૂની 130 મીમી તોપોને 155 મીમીમાં બદલવામાં આવી રહી છે.

દરેક પરિસ્થિતિમાં અસરકારક સાબિત થશે

ઉચ્ચ પહાડી વિસ્તારો માટે હલકી 105 મીમી ગનો અને M777 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે K9 Vajra-T જેવી સ્વચાલિત તોપો સેના માટે મોટી શક્તિ બની રહી છે. આ તમામ પ્રોજેક્ટ્સથી ભારતીય સેના ઝડપથી આધુનિક અને આત્મનિર્ભર આર્ટિલરી ફોર્સ બની રહી છે, જે રણથી લઈને પહાડી વિસ્તારો સુધી દરેક પરિસ્થિતિમાં અસરકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *