Friday, June 19News That Matters

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

પેટ્રોલ અને ડીઝલ પછી, દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોના ખર્ચમાં વધુ વધારો થવાનો છે. 15 મેની વહેલી સવારે દેશની જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં સીએનજી ₹79.09 પ્રતિ કિલોના ભાવે મળશે.

આ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકો, ટેક્સી-ઓટો ડ્રાઇવરો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર પડશે. ખાસ કરીને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે મુસાફરી ખર્ચ વધુ વધી શકે છે.

મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાં સીએનજી ₹2 મોંઘું થતાં તેનો ભાવ ₹82 થી વધીને ₹84 પ્રતિ કિલો થયો છે. નવા વધેલા ભાવ 14 મે થી અમલમાં આવ્યા છે. મહાનગરોમાં વધતા ઇંધણના ખર્ચને કારણે ટ્રાન્સપોર્ટ અને માલવહન સેવાઓ પણ મોંઘી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે ભારતમાં ઇંધણના ભાવ પર અસર જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે જો વૈશ્વિક બજારમાં સ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ સીએનજી અને ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *