
રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે.
રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે. આ ભરતી ઝુંબેશ હેઠળ દેશભરના વિવિધ રેલ્વે ઝોનમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે આશરે 11,127 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 15 મેથી શરૂ થઇ રહી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો RRB ની ઓફિશિયલ વેબસાઇટ, rrbapply.gov.in દ્વારા અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે.
અરજદારોએ સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને ફોર્મ ભરતી વખતે તેમની પસંદગીની રેલ્વે ભરતી બોર્ડ પસંદ કરવી પડશે. આ પસંદગીના આધારે પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ રેલ્વે ઝોનમાં નિયુક્ત કરવામાં આવશે.
પાત્રતા માપદંડ ક્યા છે?
શૈક્ષણિક લાયકાત:
- મેટ્રિક્યુલેશન/SSLC (10મું પાસ) સાથે માન્ય સંસ્થા (NCVT/SCVT) માંથી ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઇટ/મેન્ટેનન્સ મિકેનિક, મિકેનિક (રેડિયો અને ટીવી), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક (મોટર વ્હીકલ), વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આર્મેચર અને કોઇલ વાઇન્ડર, મિકેનિક (ડીઝલ), હીટ એન્જિન, ટર્નર, મશીનિસ્ટ, અથવા રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક જેવા ટ્રેડમાં ITI પ્રમાણપત્ર.
- ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ)
- સંબંધિત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં BE/B.Tech ડિગ્રી
વય મર્યાદા:
રેલ્વેમાં સહાયક લોકો પાયલટ પદ માટે અરજી કરતા ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 30 વર્ષથી વધુ ન હોય. જો કે, અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા શું છે?
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર-આધારિત પરીક્ષા 1 અને 2, CBAT/એપ્ટિટ્યુડ કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. દરેક તબક્કામાં સફળતાપૂર્વક પાસ થનારા ઉમેદવારો જ પસંદગીના આગલા રાઉન્ડમાં આગળ વધશે, અને જે ઉમેદવારો બધા તબક્કામાં પાસ થશે તેમને જ અંતિમ પસંદગી પામેલા જાહેર કરવામાં આવશે.
શું રહેશે પરીક્ષાની પેટર્ન?
- CBT-1 માં કુલ 75 ગુણના 75 પ્રશ્નો હશે અને તે 60 મિનિટ સુધી ચાલશે. બધા પ્રશ્નો ગણિત, તર્ક, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનના હશે, અને દરેક ખોટા જવાબ માટે એક તૃતીયાંશ ગુણ કાપવામાં આવશે.
- અનરિઝર્વ્ડ કેટેગરી (UR) અને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) માટે લઘુત્તમ પાસિંગ ગુણ 40 ટકા, અન્ય પછાત વર્ગ (OBC) અને અનુસૂચિત જાતિ (SC) માટે 30 ટકા અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 25 ટકા છે.
દરમિયાન CBT-2 પરીક્ષા બે ભાગોમાં હશે, જેનો કુલ સમયગાળો 2 કલાક અને 30 મિનિટનો હશે. પહેલા ભાગમાં 100 પ્રશ્નો હશે, જ્યારે બીજા ભાગમાં ચોક્કસ ટ્રેડને લગતા 75 ટેકનિકલ પ્રશ્નો હશે. ઉમેદવારોએ લાયક બનવા માટે બીજા ભાગમાં ઓછામાં ઓછા 35 ટકા ગુણ મેળવવા આવશ્યક છે. CBT-2 ના પહેલા ભાગ અને CBAT સ્કોરને 50-50 ટકા વેઇટેજ આપીને અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
