Friday, June 19News That Matters

Summer Health Tips / ગરમીમાં શું વધુ ફાયદાકારક? નારિયેળ પાણી કે શેરડીનો રસ, જાણો એક્સપર્ટની સલાહ

ગરમીમાં તરસ છીપાવવા માટે નારિયેળ પાણી અને શેરડીનો રસ સૌથી લોકપ્રિય વિકલ્પો છે. બંને જ નેચરલ છે અને શરીરને તાજગી આપે છે.

ગરમીમાં તરસ છીપાવવા માટે નારિયેળ પાણી અને શેરડીનો રસ સૌથી લોકપ્રિય વિકલ્પો છે. બંને જ નેચરલ છે અને શરીરને તાજગી આપે છે. જોકે જ્યારે સ્વાસ્થ્ય અને હાઇડ્રેશનની વાત આવે છે, ત્યારે લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે કયો વિકલ્પ બેસ્ટ છે. નારિયેળ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સ આપે છે જે શરીરના પ્રવાહી સંતુલનને જાળવવામાં મદદ કરે છે, જ્યારે શેરડીનો રસ ગ્લુકોઝનો બેસ્ટ સોર્સ છે જે તાત્કાલિક એનર્જીમાં વધારો કરે છે. નિષ્ણાતોના મતે, આ બંને પીણાંના પોતાના અલગ ફાયદા અને મર્યાદાઓ છે, જેનું સેવન કરતા પહેલા સમજવું જરુરી છે.

નારિયેળ પાણી

હેલ્થલાઇન અનુસાર, નારિયેળ પાણી હાઇડ્રેશનનું પાવરહાઉસમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા આવશ્યક ખનિજો હોય છે. નારિયેળ પાણીમાં કેલરી અને શુગર ઓછી હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો તેમજ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે તે એક સારુ ઓપ્શન છે. શરીરમાં ડિહાઇડ્રેશન અટકાવવામાં તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. વર્કઆઉટ બાદ શરીરમાં ગુમાવેલા ક્ષારને કુદરતી રીતે ફરી ભરે છે.

શેરડીનો રસ

જો તમે તડકામાં બહાર નીકળ્યા છો અને થાક અનુભવો છો, તો તમારા શરીર માટે શેરડીનો રસ અમૃત જેવું કામ કરે છે. શેરડીના રસમાં કુદરતી શુગર હોય છે. ખાસ કરીને સુક્રોઝ જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે. તે લીવર માટે પણ ફાયદાકારક છે અને કમળા જેવી બીમારીઓમાંથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. જોકે, શેરડીના રસમાં શુગરનું પ્રમાણ વધુ હોવાથી, જેઓ તેમના વજન અને બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરે છે તેઓએ તેનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ.

એક્સપર્ટ મુજબ, નાળિયેર પાણીમાં ચરબી કે કોલેસ્ટ્રોલ હોતું નથી, જ્યારે શેરડીના રસમાં આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજો ભરપૂર હોય છે. તેથી, તમારી ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતોને આધારે તેમાંથી એક પસંદ કરો. જો તમે હાઇડ્રેશન અને ઓછી કેલરીવાળો વિકલ્પ શોધી રહ્યા છો, તો નાળિયેર પાણી બેસ્ટ ઓપ્શન છે. જો કે, જો તમને તાત્કાલિક ઉર્જા વધારવાની જરૂર હોય, તો શેરડીનો રસ બેસ્ટ ઓપ્શન છે.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. NEW BHARAT NEWS આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *