
દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે.
દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. મેટા હવે તેના યુઝર્સ માટે ‘વોટ્સએપ પ્લસ’ નામનું નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર ખાસ એવા યુઝર્સ માટે છે જેઓ પોતાની એપના ઇન્ટરફેસને વધુ પર્સનલાઇઝ્ડ અને આકર્ષક બનાવવા માંગે છે.
શું સામાન્ય વોટ્સએપ બંધ થઈ જશે?
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ‘વોટ્સએપ પ્લસ’ એ એક વૈકલ્પિક પ્લાન છે. જે યુઝર્સ સબ્સ્ક્રિપ્શન લેવા માંગતા નથી, તેઓ અગાઉની જેમ જ મફતમાં ચેટિંગ, કોલિંગ અને અન્ય સામાન્ય સુવિધાઓનો ઉપયોગ ચાલુ રાખી શકશે. આ પ્રીમિયમ પ્લાન અત્યારે માત્ર પર્સનલ મેસેન્જર યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
પ્રીમિયમ યુઝર્સને મળતા ખાસ ફીચર્સ
વોટ્સએપ પ્લસના સબ્સ્ક્રાઇબર્સને અનેક એક્સક્લુઝિવ ફીચર્સ મળશે.
કસ્ટમ થીમ્સ: યુઝર્સને 18 અલગ-અલગ કલર થીમ્સ મળશે, જેનાથી તેઓ આખી એપનો લુક બદલી શકશે.
નવા એપ આઇકોન્સ: બ્લેક એન્ડ વ્હાઇટ સહિત 14 નવા આકર્ષક એપ્લિકેશન આઇકોન્સના વિકલ્પો મળશે.
વધુ ચેટ પિન કરવાની સુવિધા: હાલમાં માત્ર 3 ચેટ પિન કરી શકાય છે, પરંતુ પ્રીમિયમ યુઝર્સ ૨૦ ચેટ સુધી પિન કરી શકશે.
યુનિક રિંગટોન્સ અને સ્ટીકરો: ‘ફ્લટર’ અને ‘રિપલ’ જેવી ૧૦ નવી યુનિક રિંગટોન્સ અને એનિમેટેડ સ્ટીકર પેક્સ ઉપલબ્ધ થશે.
બેટર ચેટ મેનેજમેન્ટ: એકસાથે બધી ચેટ્સ માટે સમાન સેટિંગ્સ લાગુ કરવાની સુવિધા પણ મળશે.
કિંમત અને ઉપલબ્ધતા
વોટ્સએપ પ્લસની કિંમત અલગ-અલગ દેશોમાં અલગ રાખવામાં આવી છે. યુરોપમાં તેની માસિક કિંમત અંદાજે ૨.૪૯ યુરો (આશરે ૨૭૯ રૂપિયા) છે, જ્યારે પાકિસ્તાનમાં તે ૨૨૯ રૂપિયા અને મેક્સિકોમાં અંદાજે ૨૯ ડોલર હોઈ શકે છે. ભારતમાં તેની ચોક્કસ કિંમતની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ સબ્સ્ક્રિપ્શન દર મહિને ઓટો-રિન્યૂ થશે, જેને યુઝર્સ ગમે ત્યારે કેન્સલ પણ કરી શકશે. હાલમાં આ ફીચર મર્યાદિત એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે બીટા ટેસ્ટિંગમાં છે.
