
કચ્છથી જામનગર સુધી હેવી વીજલાઈન નાખવામાં આવી રહી છે. કચ્છથી શરૂ થઇને જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈન માળિયા મિયાણા તાલુકામાંથી પસાર થઈ રહી છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતોને કંપનો દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી જે બાદ માળિયા ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે વીજ લાઈનના પોલ ઊભા થાય તે પહેલા માળીયા તાલુકાનાં જુદા જુદા સાત ગામના ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે. તામામ ખેડૂતો એકજુટ થઈ અને માંગણી કરી હતી. આ ખેડૂતોએ ભાજપના આગેવાનોને સાથે રાખી અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવિ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં વધુમાં વધુ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ ગામોમાં માળિયા તાલુકાના કુંતાસી, નાના –મોટા ભેલા, નાના-મોટા દહીસરા, ભાવપર અને બરાર ગામનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહ્યું કે ધરતીના તાંતને ન્યાય મળશે કે પછી અમીરના બંગલા વધુ મોટા બનશે આપનું શું માનવું છે
