
RMCમાં એન્જિનિયર પર હુમલો, સ્ટેન્ડિંગ ચેરમેન મેદાને
કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે એન્જિનિયરોનો કાળી પટ્ટી સાથે વિરોધ
પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની ઉગ્ર માંગ
48 કલાકમાં એજન્સી બ્લેકલિસ્ટ થશે : સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકામાં ફડાકા કાંડ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ખુદ મેદાને ઉતર્યા છે. RMCના એન્જિનિયર ધવલ ગોલાણિયા પર કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ માર માર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
ઘટનાને લઈને એન્જિનિયરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાળી પટ્ટી ધારણ કરી એન્જિનિયરો દ્વારા વિરોધ નોંધાવી મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવા તથા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્ટેન્ડિંગ ચેરમેનએ 48 કલાકમાં એજન્સી બ્લેકલિસ્ટ કરવાની ખાતરી આપી છે.
