Tuesday, February 17News That Matters

સોમનાથમાં આત્મગૌરવ અને આસ્થાનું પર્વ

વર્ષ 2027 ના હરિદ્વાર અર્ધકુંભ મેળા પહેલા જ દેશના ધાર્મિક અને રાજકીય આલમમાં એક મોટો વિસ્ફોટ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ એક એવી માંગ કરી છે, જેણે આખા દેશમાં નવી ચર્ચા અને વિવાદ જગાવ્યો છે. સાધ્વી પ્રાચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હરિદ્વારના પવિત્ર ગંગા ઘાટો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
તેમણે તર્ક આપ્યો છે કે જો ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોને એન્ટ્રી નથી મળતી, તો હરિદ્વારમાં ગેર-હિન્દુઓ કેમ આવે? એટલું જ નહીં, સાધ્વી પ્રાચીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા અત્યંત ગંભીર દાવો કર્યો છે.સાધ્વીએ ચેતવણી આપી છે કે જો 06 થી 07 કરોડ શ્રદ્ધાળુઓના મેળામાં ગંગાના પાણીમાં એમોનિયમ નાઈટ્રેટ જેવું કોઈ કેમિકલ ભેળવવામાં આવે તો તેની જવાબદારી કોની? તેમણે લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને ઉત્તરાખંડની ધામી સરકાર પાસે માંગ કરી છે કે કુંભ વિસ્તારમાં ગેર-હિન્દુઓ સંપત્તિ ન ખરીદી શકે તેવા કડક નિયમો બનાવો અને હર-કી-પૌડીને ‘અમૃત ક્ષેત્ર’ જાહેર કરો.સવાલ એ છે કે શું આ માંગ સ્વીકારવામાં આવશે? શું હરિદ્વારમાં પણ મક્કા જેવો કાયદો લાગુ થશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ સાધ્વી પ્રાચીના આ નિવેદને હંગામો જરૂર મચાવ્યો છે જોતા રહો.. ન્યૂ ભારત ન્યૂઝ: અડગ મન, અવિરત સેવા!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *