
1.27 કરોડ રૂપિયા… આ રકમનો દારૂ આજે હિંમતનગરના વિરપુરની સીમમાં રોડ પર વહેતો જોવા મળ્યો. સાબરકાંઠાના ચાર-ચાર પોલીસ સ્ટેશનોએ છેલ્લા 4 મહિનામાં જે મહેનત કરી હતી, જે 36,800 બોટલો ઝડપી હતી, તેના પર આજે પોલીસનું ભારેખમ રોલર ફરી વળ્યું છે.
જુઓ આ દ્રશ્યો… નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને પ્રાંત અધિકારીની હાજરીમાં કેવી રીતે કરોડોનો મુદ્દામાલ ચકનાચૂર કરવામાં આવી રહ્યો છે. ગાંભોઈથી લઈને હિંમતનગર સુધીના બુટલેગરો જે માલ પહોંચાડવાની ફિરાકમાં હતા, તે આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ન્યૂ ભારત ન્યૂઝ પોલીસની આ કડક કાર્યવાહીને બિરદાવે છે.
