Saturday, April 11News That Matters

“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ભરતા શહેરીજનોને શુદ્ધ પાણી ક્યારે મળશે? આ સવાલ એટલા માટે કારણ કે શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ચાલી વિસ્તારોમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોનો પહાડ ખડકાયો છે.ત્યારે આજે AMC ની વોટર કમિટીની બેઠકમાં પ્રદૂષિત પાણી સામે નવો પ્લાન બનાવવામાં આવ્યો છે
આજે મળેલી વોટર કમિટીની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે માત્ર 7 થી 10 સેમ્પલ લેવામાં આવતા હતા, તે સંખ્યા હવે સીધી ડબલ કરવામાં આવશે. તંત્રએ આદેશ આપ્યો છે કે જ્યાં પણ સેમ્પલ નિષ્ફળ જાય, ત્યાં કોઈ પણ બહાનાબાજી વગર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.પરંતુ સવાલ એ છે
કે દર વખતે ફરિયાદો ઉઠ્યા પછી જ તંત્ર કેમ જાગે છે? શું અગાઉથી લાઈનોનું ચેકિંગ ન થઈ શકે? ન્યૂ ભારત ન્યૂઝ આ પ્રદૂષિત પાણીના પ્રશ્ને જનતાની પડખે ઉભું છે અને AMC ના કામ પર સતત નજર રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *