
! અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ વ્હાઇટ હાઉસના ગર્ભમાં ચાલી રહેલી વાતોનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની એટલી યાદ આવી રહી છે કે તેઓ આગામી 1 થી 2 વર્ષમાં ફરીથી ભારતની ધરતી પર પગ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. રાજદૂત ગોરે એક એવી ‘ઇનસાઇડ સ્ટોરી’ શેર કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો – ટ્રમ્પ રાત્રે 2 વાગ્યે પણ પીએમ મોદીને ફોન કરે છે! આ માત્ર ડિપ્લોમસી નથી, આ પીએમ મોદીની એ તાકાત છે જેના કારણે અમેરિકા આજે ભારતને તેના સૌથી ખાસ જૂથ ‘પેક્સ સિલિકા’ માં સામેલ કરવા માટે કાલાવાલા કરી રહ્યું છે. ભલે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને ટૅરિફ મુદ્દે ખેંચતાણ ચાલતી હોય, પણ ગોરે સ્પષ્ટ કહી દીધું છે કે ‘સચ્ચા મિત્રો’ હંમેશા મતભેદ ઉકેલી લેતા હોય છે. સેમીકન્ડક્ટરથી લઈને AI અને હાઈ-ટેક વોરફેર સુધી હવે ભારત અને અમેરિકા ખભેખભા મિલાવીને ચાલશે. જ્યારે રશિયા પરના પ્રતિબંધોની ચર્ચા ચાલતી હોય, ત્યારે ટ્રમ્પના ખાસ ગણાતા રાજદૂતે સાબિત કરી દીધું છે કે ભારત તેમના માટે સૌથી ઉપર છે. શું ટ્રમ્પનો આ આગામી પ્રવાસ એશિયાની ભૂ-રાજનીતિ બદલી નાખશે? કે પછી ચીન માટે આ સૌથી મોટું જોખમ સાબિત થશે? નિલેશની નજર વ્હાઇટ હાઉસથી લઈને દિલ્હીના દરબાર સુધીની એક-એક હિલચાલ પર છે! જોતા રહો… અડગ મન, અવિરત સેવા! માત્ર ન્યૂ ભારત ન્યૂઝ પર.”
