
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જૂનાગઢમાં સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગત 23મી તારીખની રાત્રે મિલન ચંદુભાઈ ચૌહાણનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી 60 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી નાકાબંધી કરતા અપહરણકર્તાઓ પર દબાણ વધ્યું હતું.
ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા
પોલીસના ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા. આ મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકે જય ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
