Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા
તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી KBC બિલ્ડિંગમાં સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને રોકાણના નામે છેતરપિંડી આચરતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દીપક ડોબરીયા અને શૈલેષ ધામેલિયા લોકો પાસે ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી તે નાણાં દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હતા. આરોપીઓ રોકાણકારોને માત્ર 9 હજાર રૂપિયામાં પ્રાથમિક મેમ્બરશીપ આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે.
રોકાણકારો સાવધાન!
સાયબર ક્રાઈમની તપાસ મુજબ, આ ટોળકી દુબઈની કંપનીઓના નામે વિશ્વાસ અપાવીને ઉંચા વળતરની લાલચ આપતી હતી અને લોકોના મહેનતના પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્...



