Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય

ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય

Travel
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો...
NEET પેપર કૌભાંડ / અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન, રાજસ્થાન-બિહારથી 3 આરોપી ઝડપાયા

NEET પેપર કૌભાંડ / અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન, રાજસ્થાન-બિહારથી 3 આરોપી ઝડપાયા

Breaking News
NEET પરીક્ષા વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. સાયબર ક્રાઇમે બિહાર અને રાજસ્થાનમાં સફળ ઓપરેશન પાર પાડીને કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર NEET પરીક્ષાના જૂના અને ખોટા પેપરો અસલી તરીકે લાખો રૂપિયામાં વેચીને વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરતા હતા. રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા  રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા હતા, જ્યારે બિહારથી ઝડપાયેલો અન્ય એક આરોપી વિદ્યાર્થીઓના આઈડી-પાસવર્ડ હેક કરીને રિફંડ અપાવવાના નામે ઠગાઈ કરતો હતો. સાયબર ક્રાઇમે આ આંતરરાજ્ય ગેંગનું કનેક્શન શોધવા તપાસ તેજ કરી છે....
ખેડૂતોનો હલ્લાબોલ / ટ્રેક્ટર રેલી સાથે ભાજપ સરકાર વિરુદ્ધ મેદાને ઉતરશે કિસાન કોંગ્રેસ

ખેડૂતોનો હલ્લાબોલ / ટ્રેક્ટર રેલી સાથે ભાજપ સરકાર વિરુદ્ધ મેદાને ઉતરશે કિસાન કોંગ્રેસ

Politics
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમદાવાદમાં 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે ૧૧ વાગ્યે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક ઢબે યોજાનારી આ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહી ખેડૂતોને સંબોધશે અને સરકાર પર દબાણ વધારશે. કોંગ્રેસ ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાથે આ રેલી યોજશે. મળતા અહેવાલ પ્રમાણે ટ્રેકટર રેલીમાં  ખેતરોમાં વીજલાઈન નાંખવા સહિતની સમસ્યાઓ ઉકેલવા 5 માંગણી સરકાર સમક્ષ કરશે...
નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

Breaking News, Travel
લંડનમાં ૨૬ વર્ષીય ભારતીય મૂળના ગુરભેજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાઉથોલ વિસ્તારમાં થયેલા હુમલા બાદ, મેટ્રોપોલિટન પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી, જેમાંથી છને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે. લંડનમાં ભારતીય મૂળના 26 વર્ષીય યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે સાક્ષીઓ અને સીસીટીવી ફૂટેજ ધરાવતા લોકોને આગળ આવવા અપીલ કરી છે. મૃતકની ઓળખ ગુરભેજ સિંહ તરીકે થઈ છે. સાઉથહોલ વિસ્તારમાં નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન પાસે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 30 વર્ષનો બીજો એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું માનવામાં આવે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, લંડન એમ્બ્યુલન્સ ...
નેશનલ / મોબાઇલ એલર્ટને લઈ મોટો નિર્ણય, હવે મધરાતે નહીં વાગે ઇમરજન્સી સાયરન

નેશનલ / મોબાઇલ એલર્ટને લઈ મોટો નિર્ણય, હવે મધરાતે નહીં વાગે ઇમરજન્સી સાયરન

LifeStyle
સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. કેમ કે તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે તેની ટીકા થઈ રહી હતી. જો તમે અડધી રાત્રે અચાનક તમારા ફોનમાં ઇમરજન્સી એલર્ટ રિંગથી પરેશાન છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. કેમ કે, સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસ (CBS) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સલાહને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા અને ટીકા થઈ રહી હતી. હાલમાં સેવાની ટેક્નિકલ અને ફંક્શનલ રીવ્યુ ચાલી રહી છે. જેને ફરીથી શરૂ કરવાની શક્યતા છે. ટેક્નિકલ રીવ્યુ માટે સર્વિસ સ્થગિત રિપોર્ટ મુજબ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની ભલામણ બાદ સેલ બ્રોડકાસ્ટ સેવાને ...
બેદરકારી / સુરક્ષાના દાવા પોકળ સાબિત? રાજકોટના બાળ ગૃહમાંથી 11 બાળકો ગાયબ

બેદરકારી / સુરક્ષાના દાવા પોકળ સાબિત? રાજકોટના બાળ ગૃહમાંથી 11 બાળકો ગાયબ

Breaking News
રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગુમ થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે બાળકો સંસ્થામાંથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ પહોંચ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા હતા. બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં બાળકો બહાર નીકળી જતાં સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા ટીમો બનાવી ત...
ગુજરાત / RTO સેવાઓ પર વધ્યો ભાર, વિદેશ જનારાઓના મહત્વના કામ અટવાયા

ગુજરાત / RTO સેવાઓ પર વધ્યો ભાર, વિદેશ જનારાઓના મહત્વના કામ અટવાયા

LifeStyle
રાજ્યમાં વાહન વ્યવહાર વિભાના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી અટકી જતા અનેક અરજદારો અટવાયા છે. ટેકનિકલ ખામીના કારણે RTO કચેરીઓમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા સંચાલિત ઓનલાઈન ‘સારથી પોર્ટલ’માં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે રાજ્યભરની RTO કચેરીઓમાં લાયસન્સ સંબંધિત અનેક સેવાઓ ખોરવાઈ ગઈ છે. પોર્ટલ પર દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કર્યા બાદ તે સિસ્ટમમાં દેખાતા ન હોવાની ફરિયાદો વધી રહી છે, જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મળતી માહિતી મુજબ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ લાયસન્સ તેમજ અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓમાં અવરોધ ઉભો થયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં જારી થયેલા ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ માટે અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોના કા...
રાજકારણ / કોળી સમાજના નેતૃત્વ મુદ્દે ઘમાસાણ, બોટાદના મોટા સખપરમાં આજે શક્તિ પ્રદર્શન

રાજકારણ / કોળી સમાજના નેતૃત્વ મુદ્દે ઘમાસાણ, બોટાદના મોટા સખપરમાં આજે શક્તિ પ્રદર્શન

Politics
બોટાદમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ગઢડા તાલુકાના મોટા સખપર ગામે આજે પ્રવિણ કોળી સહિતના આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. કોળી સમાજમાં નેતૃત્વ અને વર્ચસ્વના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના આગેવાનો દ્વારા યોજાઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, પ્રવિણ કોળી સહિતના સમાજના વિવિધ આગેવાનોના નેતૃત્વમાં આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે સંમેલનમાં કોઈપણ મંત્રી કે ધારાસભ્યની સત્તાવાર હાજરી ન હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે સાંજે 5 વાગ્યે યોજાનારા સંમેલનને લઈને સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની એકતા અને ભવિ...
ટેક્નોલોજી / મોબાઇલ નંબર બન્યો મુસીબતનું કારણ, જ્વેલર્સ માલિકને ₹83.37 લાખનું નુકસાન

ટેક્નોલોજી / મોબાઇલ નંબર બન્યો મુસીબતનું કારણ, જ્વેલર્સ માલિકને ₹83.37 લાખનું નુકસાન

Technology
SIM Swap Fraud : સાયબર ગુનેગારો હવે માત્ર લિંક મોકલી કે ઓટીપી પૂછીને જ નહીં, પરંતુ મોબાઇલ સિમકાર્ડ સ્વેપિંગ કરીને પણ લોકોનાં બેન્ક ખાતાં ખાલી કરી રહ્યા છે, જાણો બચવાના ઉપાય SIM Swap Fraud : તમે બધા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના સમાચાર રોજ વાંચતાં જ હશો, પણ હવે માર્કેટમાં સ્કેમ કરવાની એક નવી જ રીત આવી છે. સાયબર ગુનેગારો હવે માત્ર લિંક મોકલી કે ઓટીપી પૂછીને જ નહીં, પરંતુ મોબાઇલ સિમકાર્ડ સ્વેપિંગ કરીને પણ લોકોનાં બેન્ક ખાતાં ખાલી કરી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં રહેતા અને સીજી રોડ પર આવેલી જોન્સન જ્વેલર્સના માલિક ભાગ્યેશ સોની સાથે આવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે. શું છે સમગ્ર મામલો ? અમદાવાદના સીજી રોડ પર આવેલી જોન્સન જ્વેલર્સના માલિક ભાગ્યેશ સોનીનું સિમકાર્ડ અજાણ્યા સાયબર ગઠિયાઓએ બંધ કરાવી દીધું હતું, જેથી તેમના મોબાઇલમાં OTP ન પહોંચી શકે. ત્યાર બાદ ગઠિયાઓએ બે દિવસમાં કુલ 1...
અમદાવાદ એરપોર્ટ / 60 લાખના સોના સાથે શખ્સ ઝડપાયો, દાણચોરીનો મોટો ભાંડો ફૂટ્યો

અમદાવાદ એરપોર્ટ / 60 લાખના સોના સાથે શખ્સ ઝડપાયો, દાણચોરીનો મોટો ભાંડો ફૂટ્યો

Breaking News
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે સોના સાથે ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કરતાં એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી શારજાહથી અમદાવાદ આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનું માહિતી અનુસાર, શંકાસ્પદ હલચલને આધારે કસ્ટમ અધિકારીઓએ મુસાફરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનાને ખાસ પ્રકારના હૂકના આકારમાં તૈયાર કરીને છુપાવ્યું હતું, જેથી સુરક્ષા તપાસમાં તે ઝડપાઈ ન જાય. કસ્ટમ વિભાગે 60 લાખના સોના સાથે 1ની ધરપકડ કરી કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્ય...