Sunday, August 16News That Matters

Breaking News

Ahmedabad/ દિવ્યપથ હાઇસ્કૂલને AMC નો 1 લાખનો દંડ, જાણો કેમ

Ahmedabad/ દિવ્યપથ હાઇસ્કૂલને AMC નો 1 લાખનો દંડ, જાણો કેમ

Breaking News, Business
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા દિવ્યપથ હાઇસ્કૂલ સામે કાર્યવાહી કરતા એક લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. શાળાએ પોતાના પર્સનલ કાર્યક્રમ માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા દરમિયાન AMCની ફુટપાથ અને રોડને નુકસાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, દિવ્યપથ હાઇસ્કૂલ દ્વારા ત્રણ દિવસના કાર્યક્રમ માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવા માટે અમ્યુકોની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ મજબૂત કરબીવાળી ફુટપાથ તોડી કાઢવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રોડને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યારબાદ ગોકુળ ફ્લેટ્સ એન્ડ રોહાઉસને અડીને આવેલા કોર્પોરેશનના પ્લોટમાં શાળાએ પોતાની રીતે પાર્કિંગ વ્યવસ્થા કરી દીધી હતી. મામલો સામે આવતા AMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMCએ દિવ્યપથ હાઇસ્કૂલને ત્રણ દિવસની અંદર નારણપુરા વોર્ડ ઓફિ...
T20 World Cup 2026 / T20 વર્લ્ડ કપમાં IND vs PAKની એક નહીં, બે-બે મેચ હશે, એ કેવી રીતે?

T20 World Cup 2026 / T20 વર્લ્ડ કપમાં IND vs PAKની એક નહીં, બે-બે મેચ હશે, એ કેવી રીતે?

Breaking News, Sports
IND vs PAK T20 World Cup 2026: ક્રિકેટ રસિકો માટે એક ખુશખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ મુકાબલો થશે અને જો બધા સમીકરણો પાર પડ્યા તો ભારત અને પાકિસ્તાન એક નહીં પણ 2-2 વાર ટકરાશે. T20 World Cup 2026 IND vs PAK: T 20 World Cup 2026 માં ભારત અને પાકિસ્તાનની મેચને મંજૂરી મળી ગઈ છે. પંરતુ ક્રિકેટ ફેન્સ માટે વધુ એક સારા ખબર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટક્કર તેમણે 1 નહીં પણ 2-2 વાર જોવા મળશે. એટલે કે આ ટીમ 2 મેચ રમશે. મતલબ કે પહેલા એક મેચ રમવા પર પણ શંકા હતી ત્યાં હવે ક્રિકેટ જોવાની મજા આવશે. આ બને ટીમ વચ્ચે પહલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલમ્બોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે જે તમે જાણો છો. પણ ટુર્નામેંટમાં આગળ જઈને આ બનેં ટીમ ફરીથી ટકરાઇ શકે છે. ગ્રુપ સ્ટેજ પર બંનેની પહેલી મેચ ભારત-પાકિસ્તાન 15 ફેબ્રુઆરીના રોજ જે મેચમાં ઉતરશે તે ગ્રુપ સ્ટેજની મેચ હશે. ટુર્નામેંટમાં ...
‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

Breaking News, LifeStyle, Politics, What's Hot
લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં વિઝનનો અભાવ છે. યાદવે બજેટના સમય અને અમેરિકા સાથેના વેપાર સોદાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ડીલ નહીં, ફક્ત શિથિલતા જોવા મળી છે. સપા પ્રમુખે કટાક્ષ કર્યો, "શૂન્ય મોટો કે 18? અને જો આવું થવાનું જ હોય, તો 11 મહિના સુધી રાહ કેમ જોઈ? બજેટને દિશાહીન ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે, તેમાં ગરીબો, પછાત અને દલિતો માટે કંઈ નથી. તેમણે કહ્યું, "આપણે આટલા બજેટો લાવીએ છીએ પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. અખિલેશ યાદવે બજેટને દિશાહીન ગણાવતા કહ્યું કે, ગરીબ, પછાત અને દલિતો માટે કંઈ નથી. આપણે આટલા બજેટ લાવી રહ્યા છીએ, પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. સરકારે ઓછામાં ઓછું મફત રાશન મેળવનારાઓની મ...
‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

Breaking News, Politics, What's Hot
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આસામના મુખ્યમંત્રી હિમંતા શર્માના વિવાદાસ્પદ "પોઇન્ટ બ્લેન્ક શોટ" વીડિયો સામે દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય લડાઈઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહી છે. સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એન.વી.અંજારીની બનેલી બેન્ચે  સીપીઆઈ અને સીપીએમ નેતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિઝામ પાશાએ તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કર્યા બાદ અરજીની નોંધ લીધી. પાશાએ કોર્ટને જાણ કરી કે, અરજદારોએ વીડિયો અંગે ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. વકીલે કહ્યું, "અમે આસામના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ભાષણો અંગે કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ, જેમાં તાજેતરમાં પોસ્ટ કરાયેલ એક વીડિયો પણ શામેલ છે. જેમાં તેઓ ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા દર્શાવવામાં...
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

Breaking News, Politics, What's Hot
લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે.  આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) એ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ ...
UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

Breaking News, LifeStyle, Uncategorized, What's Hot
UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન (સીએસઈ) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે કમિશને સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કર્યા છે. આઈપીએસ માટેના નિયમો વધુ સ્પષ્ટ અને કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને પહેલેથી જ આઇપીએસ માટે પસંદ કરવામાં આવ્યો છે, તો તે CSE 2026 દ્વારા ફરીથી આઈપીએસ પસંદ કરી શકતો નથી. આ સિવાય જો તમે IAS અને IFS અધિકારીઓનું કામ કરી રહ્યા છો, તો હવે તમે આ પરીક્ષામાં હાજર રહી શકશો નહીં. જો મુખ્ય પરીક્ષા પહેલાં આ સેવાઓમાં ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, તો તેમને મુખ્ય પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ઉમેદવારો CSE 2025 અથવા અગાઉ કોઈ સેવામાં હાજર થયા છે તેમને 2026 અથવા 2027 માં તેમના બાકીના પ્રયત્નોનો ઉપયોગ કરવા માટે છેલ્લી તક (રાજીનામુ આપ્યા વગર) આપવામાં આવી છે...
લોકસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કરી સહી, બજેટ સત્રના બીજા ભાગમાં વિપક્ષ કરશે રજૂ

લોકસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કરી સહી, બજેટ સત્રના બીજા ભાગમાં વિપક્ષ કરશે રજૂ

Breaking News, Politics
વિપક્ષે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવા દેવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ બજેટ સત્રના બીજા ભાગમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, કારણ કે 20 દિવસની નોટિસ જરૂરી છે. https://x.com/INCIndia/status/2020730615780544880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020730615780544880%7Ctwgr%5E952b2df52bc01cbe70b62fd4650c9bb893fb24da%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fnews%2Findia%2Fcongress-mps-sign-no-confidence-motion-against-lok-sabha-speaker સમાજવાદી પાર્ટી અને ડીએમકે સમર્થનમાં તો બીજી તરફ  સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના સાંસદોના હસ્તાક્ષર થઈ ગયા છે. સમાજવાદી પાર્...
હચમચાવતો કિસ્સો / કાનમાં ઇયરફોન લગાવી PUBG રમવી ભારે પડી, વધ્યું બ્લડ પ્રેશર, ફાટી મગજની નસ, મળ્યું મોત

હચમચાવતો કિસ્સો / કાનમાં ઇયરફોન લગાવી PUBG રમવી ભારે પડી, વધ્યું બ્લડ પ્રેશર, ફાટી મગજની નસ, મળ્યું મોત

Breaking News, LifeStyle, Technology, What's Hot
મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ, PUBG ગેમ રમતી વખતે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું, જેના પછી તેમની તબિયત બગડી હતી. તેમના મૃત્યુનું કારણ તેમના મગજની નસ ફાટવાથી એટલે કે હેમરેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ મોહમ્મદ કૈફ તરીકે થઈ છે, જે ખૈરનગર ગુલર વાલીનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે કૈફ ઓનલાઈન PUBG ગેમ્સ રમવામાં વધુ સમય વિતાવતો હતો. ઘટનાના દિવસે તે કાનમાં ઇયરફોન લગાવીને મોબાઇલ ફોન પર PUBG ગેમ રમી રહ્યો હતો. આ સમય દરમિયાન, તેને તીવ્ર માથાનો દુખાવો અને બેચેનીની થઇ...
નેશનલ / CM હિમંત બિસ્વા સરમાની ‘ગન વાળી તસવીર’ પર ઓવૈસીએ નોંધાવી FIR, મોટી બબાલ

નેશનલ / CM હિમંત બિસ્વા સરમાની ‘ગન વાળી તસવીર’ પર ઓવૈસીએ નોંધાવી FIR, મોટી બબાલ

Breaking News, Politics
Asaduddin Owaisi: હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા સામે મોર્ચો કર્યો છે. ઓવૈસીએ એક FIR દાખલ કરાવી છે. વાંચો વિગતે કે શું છે સમગ્ર મામલો.., Asaduddin Owaisi: AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં એક ઓફિશિયલ ફરિયાદ દાખલ કરી છે. ઓવૈસીએ કરાવેલી આ ફરિયાદ આસામ બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના સંદર્ભમાં છે . હાલ આ વીડિયોને ડિલીટ કરી દેવાયો છે. પણ આ કથિત વીડિયોને મુદ્દે ઓવૈસીએ હૈદરાબાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ જે કથિત વીડિયોને આધારે ફરિયાદ નોંધાવી છે તેમાં ઓવૈસીનો આરોપ છે કે આ વીડિયોમાં મુખ્યમંત્રી મુસાલમાનોને શુટ કરતાં હોય તેવું બતાવવામાં આવ્યું છે જેને હિંસક અને ભડકાઉ જણાવાયુ...
પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું? નરવણેની બુક રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચીઃ થઈ રહ્યા છે સવાલો

પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું? નરવણેની બુક રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચીઃ થઈ રહ્યા છે સવાલો

Breaking News, Politics
પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેનું પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' (Four Stars of Destiny) હાલ ભારતીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હાથમાં આ અપ્રકાશિત પુસ્તકની હાર્ડકોપી જોવા મળતા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. પુસ્તકમાં એવું તો શું છે કે જે વિવાદનું કારણ બન્યું? આ પુસ્તક જનરલ નરવણેની ચાર દાયકાની સૈન્ય કારકિર્દી પર આધારિત છે, જેમાં ખાસ કરીને ચીન સાથેના સરહદી સંઘર્ષ (LAC) અને સરકારની 'અગ્નિપથ યોજના' જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના મંતવ્યો હોવાનું માનવામાં આવે છે. વિપક્ષનો દાવો છે કે આ વિષયો અત્યંત સંવેદનશીલ હોવાથી જ સરકાર આ પુસ્તકની સમીક્ષા અટકાવી રહી છે. સંરક્ષણ મંત્રાલયે 2020 થી 2024 વચ્ચે 35 પુસ્તકોને મંજૂરી આપી છે, પરંતુ આ પુસ્તક હજુ પણ મંજૂરીની પ્રક્રિયામાં અટવાયેલું છે. કાયદાકીય ગૂંચ અને પ્રકાશનની ઉતાવળ નિયમ મુજબ નિવૃત્ત લશ્કરી...