Indian Armyનો મોટો નિર્ણય, સ્વદેશી તોપોથી હવે વધશે ફાયરપાવર
ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે.
ભારતીય સેના પોતાની આર્ટિલરી શક્તિને મોટાપાયે આધુનિક બનાવી રહી છે. તેનો મુખ્ય હેતુ જૂની તોપોને હટાવીને નવી, લાંબી રેન્જ સુધી માર કરતી અને ઝડપી રીતે તૈનાત થઈ શકતી સ્વદેશી 155 મીમી તોપોનો સમાવેશ કરવાનો છે. આ સમગ્ર અભિયાન 'ફીલ્ડ આર્ટિલરી રેશનલાઇઝેશન પ્લાન' હેઠળ ચાલી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવે છે.
સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં
ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે. સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારી...









