Friday, June 19News That Matters

Business

ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

Breaking News, Business, Politics
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રૂડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યો છે. પનામાના ધ્વજ ધરાવતા M/T સોફિયા (M/T Sophia) નામના આ ટેન્કરને મુક્ત કરવાના નિર્ણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે. શું હતો સમગ્ર વિવાદ? અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી 2026ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન કરીને M/T સોફિયાને અટકાવ્યું હતું. તે સમયે અમેરિકાએ આ જહાજને "રાજ્યવિહીન" અને "ડાર્ક ફ્લીટ" (પ્રતિબંધો ચોરી છૂપીથી તોડતું જહાજ) ગણાવ્યું હતું. આરોપ હતો કે આ ટેન્કર વેનેઝુએલાના પ્રતિબંધિત ક્રૂડ ઓઈલની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હતું. વર્ષ 2025ના અંતથી અત્યાર સુધી અમેરિકાએ વેનેઝુએલાના આવા 7 ટેન્કરો જપ્ત કર્યા છે, જેમાંથી 'સોફિયા' પરત કર...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

Breaking News, Business, Politics, Travel, What's Hot
વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં વધતી જતી અનિશ્ચિતતા અને યુએસ ટેરિફ ધમકીઓ વચ્ચે, કેનેડા ભારત સાથેના તેના સંબંધોને ફરીથી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભારતમાં કેનેડાના હાઈ કમિશનર દિનેશ પટનાયકે રોઇટર્સને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ અને ઉભરતી ટેકનોલોજીઓને આવરી લેતા અનેક મહત્વપૂર્ણ કરારો થઈ શકે છે. આ મુલાકાતને ભારત-કેનેડા સંબંધોમાં એક મોટા પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહી છે. યુરેનિયમથી લઈને AI સુધીના કરારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન યુરેનિયમ પુરવઠો, તેલ અને ગેસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ સંબંધિત કરારો શક્ય છે. ખાસ કરીને, આશરે 2.8 બિલિયન ક...
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...
ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

Breaking News, Business, Politics, What's Hot
ગુજરાત હવે વૈશ્વિક ઉદ્યોગો માટે વિશ્વસનીય સરનામું બની ગયું છે! . CM ભૂપેન્દ્ર પટેલની જર્મન ડેલિગેશન સાથે બેઠકનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે, જર્મન ડેલિગેશન ભારતના જીડીપીમાં ગુજરાતના 8 ટકાથી વધુના યોગદાનથી અત્યંત પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે ખાસ 'હેલ્પ ડેસ્ક' શરૂ કરવાના દિશાનિર્દેશ આપ્યા છે, જે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની દિશામાં એક મોટું કદમ છે. જર્મની પોતાની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે અને તે માટે ગુજરાત તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટર અને રિન્યુએબલ એનર્જીમાં જર્મનીની અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. વિકસિત ભારત 2047 ના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત અને જર્મનીની આ જુગલબંધી નિર્ણાયક સાબિત થશે. સિમેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા...
વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

Breaking News, Business, Politics, What's Hot
ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિની કાનૂની વૈધતા અંગેનો અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હાલ માટે ટળી ગયો છે. આ નિર્ણય ટ્રંપની કાર્યકારી સત્તાઓ, ‘America First’ નીતિ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની દિશા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિવાદાસ્પદ ટેરિફ નીતિ પર આજે અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો હવે ટળી ગયો છે. આ કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં પણ અચોક્કસતા યથાવત રહી છે. ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે આ કેસને તેમની પ્રથમ મોટી કાનૂની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રમ્પ પ્રશાસને International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લગાવેલા ટેરિફ કાનૂની રીતે યોગ્ય હતા કે નહીં. આ કાયદો 1977માં અમેરિકી કોંગ્રેસ દ્વા...
કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

Breaking News, Business, What's Hot
Ahmedabad news: અમદાવાદમાં કોર્પોરેશને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે જો કોઈ PG.., વાંચો વિગતે Ahmedabad Municipal Corporation News: અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેર...
Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Breaking News, Business, LifeStyle, Politics
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે ઉતરાણ કર્યા બાદ હવે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા છે. રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 5 મિનિટનું રોકાણ અને સોમનાથ પ્રસ્થાન વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટ પર માત્ર 5 મિનિટ જેટલા ટૂંકા સમય માટે રોકાયા હતા. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તેઓ તુરંત જ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે તેઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેશે અને ત્યાં આયોજિત ...
मोदी सरकार द्वारा गुजरात को मिला शानदार तोहफा

मोदी सरकार द्वारा गुजरात को मिला शानदार तोहफा

Business, Technology
Shall their, them tree and creeping moveth Green. Yielding stars bearing lesser. Us likeness without they're they're greater. You said let saying. Moveth whose let in living. Have. Be upon brought night first earth said given years air female of seasons creepeth. Subdue subdue living. Fourth. Said you're seed hath light fish signs dry under behold the. Greater made second. Deep beast grass fly seed May earth fruitful evening called lesser. Under good said Seas form. Fruitful. Divide our his hath you'll void living be man appear. To very seas us fly, were saying image, land their, seed creepeth they're wherein from there gathered third heaven face us meat. Darkness fish replenish one. Fourth be so his whose under together kind had. Isn't so great can't shall saying Sixth in. Own the god you...