ટેક / WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર, હવે ચેટિંગ થશે વધુ સ્ટાઇલિશ, આવી રહ્યું છે ‘WhatsApp Plus’નું નવું વર્ઝન
દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે.
દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. મેટા હવે તેના યુઝર્સ માટે 'વોટ્સએપ પ્લસ' નામનું નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર ખાસ એવા યુઝર્સ માટે છે જેઓ પોતાની એપના ઇન્ટરફેસને વધુ પર્સનલાઇઝ્ડ અને આકર્ષક બનાવવા માંગે છે.
શું સામાન્ય વોટ્સએપ બંધ થઈ જશે?
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે 'વોટ્સએપ પ્લસ' એ એક વૈકલ્પિક પ્લાન છે. જે યુઝર્સ સબ્સ્ક્રિપ્શન લેવા માંગતા નથી, તેઓ અગાઉની જેમ જ મફતમાં ચેટિંગ, કોલિંગ અને અન્ય સામાન્ય સુવિધાઓનો ઉપયોગ ચાલુ રાખી શકશે. આ પ્રીમિયમ પ્લાન અત્યારે માત્ર પર્સનલ મેસેન્જર યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
પ્રીમિયમ યુઝર્સને મળતા ખાસ ફીચર્સ
વોટ્સએપ પ્લસના સબ...









