Sunday, August 16News That Matters

Breaking News

LRD પરીક્ષા 2026 / 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો મેદાનમાં, OMR શીટ થશે ઓનલાઈન ઉપલબ્ધ

LRD પરીક્ષા 2026 / 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો મેદાનમાં, OMR શીટ થશે ઓનલાઈન ઉપલબ્ધ

Breaking News
LRD ભરતી પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, હવે OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે LRD Exam : ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો આગામી 24 કલાકમાં પોતાની સ્કેન કરેલી OMR શીટ ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ કરી શકશે. કુલ 12,733 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક GPRB ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની કુલ 12,733 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાં...
NEET પેપર કૌભાંડ / અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન, રાજસ્થાન-બિહારથી 3 આરોપી ઝડપાયા

NEET પેપર કૌભાંડ / અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો એક્શન, રાજસ્થાન-બિહારથી 3 આરોપી ઝડપાયા

Breaking News
NEET પરીક્ષા વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. સાયબર ક્રાઇમે બિહાર અને રાજસ્થાનમાં સફળ ઓપરેશન પાર પાડીને કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર NEET પરીક્ષાના જૂના અને ખોટા પેપરો અસલી તરીકે લાખો રૂપિયામાં વેચીને વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરતા હતા. રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા  રાજસ્થાનથી ઝડપાયેલા બે આરોપીઓ નકલી પેપર વેચતા હતા, જ્યારે બિહારથી ઝડપાયેલો અન્ય એક આરોપી વિદ્યાર્થીઓના આઈડી-પાસવર્ડ હેક કરીને રિફંડ અપાવવાના નામે ઠગાઈ કરતો હતો. સાયબર ક્રાઇમે આ આંતરરાજ્ય ગેંગનું કનેક્શન શોધવા તપાસ તેજ કરી છે....
નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

Breaking News, Travel
લંડનમાં ૨૬ વર્ષીય ભારતીય મૂળના ગુરભેજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાઉથોલ વિસ્તારમાં થયેલા હુમલા બાદ, મેટ્રોપોલિટન પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી, જેમાંથી છને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે. લંડનમાં ભારતીય મૂળના 26 વર્ષીય યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે સાક્ષીઓ અને સીસીટીવી ફૂટેજ ધરાવતા લોકોને આગળ આવવા અપીલ કરી છે. મૃતકની ઓળખ ગુરભેજ સિંહ તરીકે થઈ છે. સાઉથહોલ વિસ્તારમાં નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન પાસે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 30 વર્ષનો બીજો એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું માનવામાં આવે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, લંડન એમ્બ્યુલન્સ ...
બેદરકારી / સુરક્ષાના દાવા પોકળ સાબિત? રાજકોટના બાળ ગૃહમાંથી 11 બાળકો ગાયબ

બેદરકારી / સુરક્ષાના દાવા પોકળ સાબિત? રાજકોટના બાળ ગૃહમાંથી 11 બાળકો ગાયબ

Breaking News
રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગુમ થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે બાળકો સંસ્થામાંથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ પહોંચ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બાળ સંરક્ષણ ગૃહ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા હતા. બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં બાળકો બહાર નીકળી જતાં સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા ટીમો બનાવી ત...
અમદાવાદ એરપોર્ટ / 60 લાખના સોના સાથે શખ્સ ઝડપાયો, દાણચોરીનો મોટો ભાંડો ફૂટ્યો

અમદાવાદ એરપોર્ટ / 60 લાખના સોના સાથે શખ્સ ઝડપાયો, દાણચોરીનો મોટો ભાંડો ફૂટ્યો

Breaking News
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે સોના સાથે ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કરતાં એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી શારજાહથી અમદાવાદ આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનું માહિતી અનુસાર, શંકાસ્પદ હલચલને આધારે કસ્ટમ અધિકારીઓએ મુસાફરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનાને ખાસ પ્રકારના હૂકના આકારમાં તૈયાર કરીને છુપાવ્યું હતું, જેથી સુરક્ષા તપાસમાં તે ઝડપાઈ ન જાય. કસ્ટમ વિભાગે 60 લાખના સોના સાથે 1ની ધરપકડ કરી કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્ય...
અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

Breaking News, What's Hot
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું...
ગુજરાત / જામનગરમાં વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ, મોટું રેકેટ ઝડપાયું

ગુજરાત / જામનગરમાં વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ, મોટું રેકેટ ઝડપાયું

Breaking News
વિદેશ મોકલવાની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતું એક મોટું રેકેટ જામનગર પોલીસે બહાર પાડ્યું છે. રાજકોટથી ઝડપાયેલા મુખ્ય આરોપી પાસેથી અનેક પાસપોર્ટ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આજના સમયમાં લોકોને વિદેશ જવા માટે અનેક સસ્તા વિકલ્પ પસંદ કરતા હોય છે. ત્યારે તેના કારણે વિદેશ લઇ જવાની લાલચ આપની ફ્રોડ કંપનીઓ વધી રહી છે. તો જામનગર પોલીસે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પાસપોર્ટ પણ પરત આપવામાં આવ્યા નહોતા. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર રાજગોરની રાજકોટમાંથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી કુલ 25 પાસપોર્ટ અને અંદાજે 6.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિસ્તારમાં રહેત...
ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

Breaking News
મસ્તી અને ઓવરસ્પીડિંગ કેવી રીતે પળવારમાં જીવલેણ સાબિત થઈ શકે તેનું ચેતવણીરૂપ ઉદાહરણ મહીસાગરમાં સામે આવ્યું છે. એક યુવકે છેલ્લી ક્ષણે સીટબેલ્ટ બાંધ્યો અને એ જ નિર્ણય તેનો જીવ બચાવવાનો કારણ બન્યો. મહીસાગર જિલ્લામાં કડાણા થી સંતરામપુર જતાં માર્ગ પર થયેલો ગંભીર અકસ્માત હવે દરેક વાહનચાલકો માટે મોટો સંદેશ બની ગયો છે. થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનામાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક યુવકનો જીવ માત્ર સીટબેલ્ટના કારણે બચી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે, જેમાં કારમાં બેઠેલા યુવકો મસ્તી કરતા અને ઓવરસ્પીડમાં કાર દોડાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે ચેતવણીરૂપ બની ગયો છે. સવાર યુવકો જાહેર માર્ગ પર લગાવતા હતા રેસ મળતી માહિતી અનુસાર, બે કારમાં સવાર યુવકો જાહેર માર્ગ પર રેસ લગાવી રહ્યા હતા. કારમાં બેઠેલા મિત્રો માટે ઝડપ માત્ર...
ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

Breaking News
CBSE બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ સાબિત થશે તો વિદ્યાર્થીઓને ચૂકવેલી ફી પણ પરત મળશે. CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત પ્રક્રિયાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે માર્ક વેરીફિકેશન, પુનઃમૂલ્યાંકન અને જવાબ પત્રિકા સ્કેન કોપી મેળવવાની ફીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. સાથે જ હવે જો જવાબ પત્રિકા ચકાસણી દરમિયાન કોઈ ભૂલ સામે આવશે અને તેમાં સુધારો કરાશે, તો વિદ્યાર્થીએ ચૂકવેલી ફી પણ પરત આપવામાં આવશે. બોર્ડનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. પહેલા 700 રૂપિયા ફી ચૂક્વવી પડતી અગાઉ વિદ્યાર્થીઓને પોતાની જવાબ પત્રિકાની સ્કેન કોપી મેળવવા માટે 700 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે આ ફી ઘટાડીને માત્ર 100 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, જવાબ પત...
બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

Breaking News
સોના અને ચાંદીના ભાવમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકો અને રોકાણકારોમાં ચિંતા વધી છે. સરકારના મોટા નિર્ણય અને વૈશ્વિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. 1. સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો બંનેમાં ચિંતા વધી છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે કેન્દ્ર સરકાર અને PM નરેન્દ્ર મોદીના બે મહત્વપૂર્ણ નિર્ણયો બજારમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ PM દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી, તો બીજી તરફ કિંમતી ધાતુઓ પરની આયાત જકાતમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ બંને નિર્ણયોની સીધી અસર હવે બજારમાં દેખાઈ રહી છે. 2. 10 ગ્રામ ₹6,540નો વધારો ગત અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમ...