Sunday, August 16News That Matters

Breaking News

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે કે મળશે રાહત? જાણો હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે કે મળશે રાહત? જાણો હવામાન વિભાગની નવી આગાહી

Breaking News, LifeStyle, Travel, What's Hot
Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગામડા વિસ્તારમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારમાં ગરમી પહેલા એટલી પડતી ના હતી. પરંતુ હવે મહાનગરોની જેમ આ ગીરના વિસ્તારોમાં પણ ભારે ગરમી પડવા લાગી છે. આવો જાણીએ ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું હવામાન. હવામાન વિભાગની તાજી આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ રહ્યું છે, જેના કારણે દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીની તીવ્રતા વધતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉકળાટ રહેશે. મોટા ભાગના વિસ્તારમાં 40થી 43 ડિગ્રી ...
ગુજરાતની આ યુનિવર્સિટીમાં RSS અને નરેન્દ્ર મોદી વિષયનો કોર્સ લોન્ચ

ગુજરાતની આ યુનિવર્સિટીમાં RSS અને નરેન્દ્ર મોદી વિષયનો કોર્સ લોન્ચ

Breaking News, LifeStyle, Politics, What's Hot
RSS Course: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)એ શિક્ષણક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પહેલ કરી છે. યુનિવર્સિટીએ તેના નવા અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર આધારિત વિષયોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આધુનિક ભારતના સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ સાથે વધુ નજીકથી જોડવાનો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ સમાજશાસ્ત્ર વિભાગ હેઠળ વિદ્યાર્થીઓ હવે RSSના ઇતિહાસ, તેની વિચારધારા અને સમાજમાં તેના યોગદાન વિશે વિગતવાર અભ્યાસ કરશે. સાથે જ “મોદી તત્વ” નામના વિશેષ વિષય દ્વારા વિદ્યાર્થીઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વ, નિર્ણાયક ક્ષમતા અને “મેક ઇન ઇન્ડિયા” જેવા અભિયાનોના સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરશે. પડકારો માટે તૈયાર કરવામાં સહાય કરશે આ ઉપરાંત, અભ્યાસક્રમમાં વીર સાવરકર, મહર્ષિ અરવિંદ અને ડૉ. બી.આર. ...
તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી, એક્ઝિટ પોલ પછી વિજયની TVK પાર્ટી એલર્ટ

તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી, એક્ઝિટ પોલ પછી વિજયની TVK પાર્ટી એલર્ટ

Breaking News, LifeStyle, Politics, What's Hot
Vijay TVK resort politics Tamil Nadu: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ જનાદેશની શક્યતાઓને જોતા સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝગમ (TVK) એક્શન મોડમાં આવી ગઈ છે. 4 મે ના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે વિજયે પોતાના સંભવિત વિજેતા ધારાસભ્યોને તોડજોડની રાજનીતિથી બચાવવા માટે અત્યારથી જ રિસોર્ટ બુક કરી લીધો છે. મહાબલીપુરમમાં કિલ્લેબંધી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાબલીપુરમ પાસે આવેલા પૂંજેરીમાં એક ખાનગી રિસોર્ટમાં વિજેતા ઉમેદવારોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસોર્ટમાં 100 થી વધુ લોકો રહી શકે તેવી ક્ષમતા છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ટીવીકેના વિજેતા ઉમેદવારોને ત્યાં ખસેડવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિજયની એજન્ટો અને ઉમેદવારોને કડક સૂચના એક્ઝિટ પોલ બાદ યોજાયેલી બેઠકમાં વિજયે મજાકિયા અંદાજમાં પણ ગંભીરતા સાથે ઉમેદવારોને સૂચના આપી છે ક...
મનોરંજન / લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક પળો, પુલમાં કિસ સાથે હસીનાનો બોલ્ડ અંદાજ વાયરલ

મનોરંજન / લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક પળો, પુલમાં કિસ સાથે હસીનાનો બોલ્ડ અંદાજ વાયરલ

Breaking News, Entertainment, LifeStyle, What's Hot
એક્ટ્રેસ પલક પુરસવાણીએ તેના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંને સુંદર નજારા વચ્ચે એકબીજાની બાહોમાં ખુશ દેખાઈ રહ્યા છે. પલકે પોતાના બોયફ્રેન્ડ માટે એક ભાવુક નોટ પણ લખી છે. મશહૂર ટીવી અભિનેત્રી પલક પુરસવાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાની છે. પલક પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. લગ્ન પહેલાં પલકે પોતાના થનારા પતિ સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. મંગેતર સાથે પલકનો રોમાન્સ પલક અને તેમના મંગેતર રોહન પર્વતોની સુંદર વાદીઓમાં બનેલા પૂલમાં રોમેન્ટિક પળો માણતા જોવા મળ્યા. પલક પોતાના થનારા પતિની બાહોમાં બાહો નાખીને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં દેખાઈ. બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા લાગ્યા. વીડિયોમાં રોહન પલકને પ્રેમથી કિસ કરતા પણ જોવા મળ્યા. https://www.instagram.com/reel/DX0qAIHIsLZ/?igsh=a...
ક્રાઈમ / દિલ્હીમાં જજે આપઘાત કરી લેતા ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

ક્રાઈમ / દિલ્હીમાં જજે આપઘાત કરી લેતા ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

Breaking News, LifeStyle, What's Hot
દિલ્હીની કરકરડૂમા કોર્ટના એક જજે આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય જજ અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી દિલ્હીના જજ અમન કુમાર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. શનિવારે સફદરજંગ વિસ્તારમાં તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. રીપીર્ટ અનુસાર આજે સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એક પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે 30 વર્ષીય અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. તેઓ દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં DLSA તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ અમનના સાળા શિવમે કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી. જે અંગે અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. જેમાં એક સીનીય...
તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

Breaking News, LifeStyle, What's Hot
વાવ-થરાદ જિલ્લાના સૂઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકનું પ્રેમ સબંધની અદાવત રાખી અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈ ઊભી થયેલી અદાવત એક ગંભીર બનાવમાં ફેરવાઈ છે. મળતી માહિતી મુજબ, ત્રણ શખસોએ પૂર્વ આયોજન હેઠળ ફિલ્મી ઢબે એક યુવકને રસ્તામાં અટકાવી તેનો અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે અને ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને યુવકને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવી રહ્યા છે. અપહરણ કેસમાં 3 સામે FIR બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના ખડોલ ગામના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ દ્વારા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો દીકરો હિતેશ 29 એપ્રિલ, 202...
દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મૃતકોના નામ ભરત જાદવ ધવલ જાદવ ધ્રુવ મકવાણા પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ રેસ્ક્યુ દર...
‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

Breaking News, LifeStyle, Politics, What's Hot
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે. આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ‘રાઇટ ટુ રિકોલ’ શું છે? સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...
Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી અને અસંખ્ય અન્ય સ્થાનિક અને વિદેશી એજન્સીઓએ આ વાત સ્વીકારી છે અને આગાહી કરી છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. મોટી કંપનીઓ પણ સરકારના વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે આગળ વધી રહી છે. હવે, લક્ઝરી કાર કંપની રોલ્સ-રોયસના CEO વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વિકસિત ભારતનો ભાગ બનવાની તેમની યોજનાઓ શેર કરી છે. PM મોદીએ કહ્યું, " ખૂબ સારું લાગ્યું." Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વિકસિત ભારતનો ભાગ બનવા માટે ભારતમાં તેમની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવાની તેમની યોજનાઓ શેર કરી. બેઠક બાદ, PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિકને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારતમાં તેની પ્રવૃત...