Friday, June 19News That Matters

What’s Hot

ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

Breaking News, What's Hot
Vadodara Crocodile Death: વડોદરાના પાદરામાં 3 મગરોના રહસ્યમય મોત થયા છે. ત્રણ મગરનાં મોત પછી વન વિભાગ દોડતું થયું છે. મગરનાં મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. Vadodara Crocodiles Death: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત થયા છે. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોત થયા છે. આમળા, મોભા અને સાદળ ગામે 1-1 મગરના મોત થયા છે. ત્યારે ત્રણ અલગ-અલગ ગામોમાં ત્રણ મગરોના મોતથી ચકચાર મચી ગઈ છે. મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વન વિભાગે ત્રણેય મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. ત્યારે આ મગરોના મોતને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. આ અંગે હાલમાં તપાસ થઈ રહી છે અને મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તાજવીજ હાથ ધરી છે....
કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

Breaking News, Business, What's Hot
Ahmedabad news: અમદાવાદમાં કોર્પોરેશને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે જો કોઈ PG.., વાંચો વિગતે Ahmedabad Municipal Corporation News: અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેર...
ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે. આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Breaking News, Politics, What's Hot
Ayodhya Ram Mandir Security Breach: અયોધ્યા સ્થિત રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુવક દ્વારા નમાઝ અદા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, રામ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે સમુદાયના કેટલાક લોકોએ એક યુવાનની અટકાયત કરી છે. મંદિર પરિસરમાં નમાઝ અદા કરનાર યુવક એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. અયોધ્યા રામ મંદિર સંકુલ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જ્યારે તેને રોક્યો ત્યારે તે વ્યક્તિ સાંપ્રદાયિક હિતના નારા લગાવવા લાગ્યો. આ યુવાનની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. મંદિર પરિસરમાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવકને અટકાવ્યો ત્યા...
T20 World Cup 2026 / ‘હું ઇચ્છું છું કે ફાઇનલમાં આપણે…’, T20 વર્લ્ડ કપને લઈ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેનનું દર્દ છલકાયું

T20 World Cup 2026 / ‘હું ઇચ્છું છું કે ફાઇનલમાં આપણે…’, T20 વર્લ્ડ કપને લઈ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેનનું દર્દ છલકાયું

Entertainment, Sports, What's Hot
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત આવતા મહિનાથી થઈ રહી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર ઇચ્છે છે કે સાઉથ આફ્રિકા ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ જીતે. T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં થઈ રહ્યું છે. આવતા મહિનાથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે 2024 માં સાઉથ આફ્રિકાને રોમાંચક ફાઇનલમાં સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે એ પહેલા સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગ્રીમ સ્મિથનું દર્દ છલકાયું છે. તેમણે સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ પાસેથી આશા વ્યક્ત કરી કે T20 વર્લ્ડ કપ 2026 તેમનો દેશ સૂર્યકુમાર યાદની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને હરાવીને ટ્રોફી જીતે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાનો નવેમ્બર-ડિસેમ્...
નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

Breaking News, Politics, Technology, What's Hot
NSA Ajit Doval: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર National Security Advisor આજીત ડોભાલે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત પર મળી છે. સાથે જ ડોભાલે કહ્યું હતું કે ભૂતકાળમાં સુરક્ષા મામલે ચૂક કરવાથી એક પાઠ પણ શીખવા મળ્યો છે. NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભ...
અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

Breaking News, LifeStyle, Technology, What's Hot
Central Jail Inmates to take Board Exams: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં કેદીઓ બોર્ડની પરીક્ષાઓ આપશે. આ વખતે સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે.આવતા મહિને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે, ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપશે. સાબરમતી જેલના કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા અમદાવાદ સાબરમતી જેલના 15 કેદીઓ ધોરણ-10ની અને 9 કેદીઓ ધોરણ-12ની પરીક્ષા આપશે. ત્યારે શિક્ષણ વિભાગ આ કેદીઓ માટે સેન્ટ્રલ જેલમાં પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેલ તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે મળીને કેદીઓ ...
Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Breaking News, LifeStyle, Technology, What's Hot
તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી KBC બિલ્ડિંગમાં સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને રોકાણના નામે છેતરપિંડી આચરતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દીપક ડોબરીયા અને શૈલેષ ધામેલિયા લોકો પાસે ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી તે નાણાં દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હતા. આરોપીઓ રોકાણકારોને માત્ર 9 હજાર રૂપિયામાં પ્રાથમિક મેમ્બરશીપ આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. રોકાણકારો સાવધાન! સાયબર ક્રાઈમની તપાસ મુજબ, આ ટોળકી દુબઈની કંપનીઓના નામે વિશ્વાસ અપાવીને ઉંચા વળતરની લાલચ આપતી હતી અને લોકોના મહેનતના પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્...
Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Breaking News, LifeStyle, Technology, What's Hot
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાખી કેર ફાઉન્ડેશનના સહયોગથી સેફ્ટી વાયરનું વિતરણ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ચાઈનીઝ દોરી ન વાપરવા પોલીસની અપીલ કરી.આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને...
સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

Breaking News, Politics, What's Hot
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે....