Sunday, August 16News That Matters

Breaking News

BMC પરિણામ બાદ ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, શિંદેએ કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કર્યા શિફ્ટ

BMC પરિણામ બાદ ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, શિંદેએ કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કર્યા શિફ્ટ

Breaking News, Politics, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. શિંદે જૂથની શિવસેનાએ 'હોર્સ ટ્રેડિંગ'ની આશંકાને પગલે પોતાના તમામ નવા ચુંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની 5-સ્ટાર તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 29 બેઠકો સાથે શિંદે જૂથ બન્યું 'કિંગમેકર' BMC ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો જીતી છે. વર્તમાન રાજકીય સમીકરણો મુજબ, ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. આવી સ્થિતિમાં, શિંદે જૂથની ભૂમિકા નિર્ણાયક બની ગઈ છે અને તેમને જ 'સત્તાની ચાવી' માનવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શિંદે સેનાના સમર્થન વિના ભાજપ માટે BMCમાં સરકાર બનાવવી અશક્ય છે. 'નો રિસ્ક'ના ...
મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

Breaking News, LifeStyle, Politics, What's Hot
ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતી ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે.જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે ત્યારે અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે.આવો જોઈએ કે પાલ આંબલિયાએ શું કહ્યું…. https://youtu.be/sWZClVwV8I8?si=X_hOMpi1ZRxFBWAu...
પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

Breaking News, LifeStyle, What's Hot
બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફીમેલ નર્સ હાલમાં અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એટલો ખતરનાક છે કે તેમાં મૃત્યુદર 70 ટકા જેટલો હોય છે, જે તેને કોરોના કરતા પણ વધુ જીવલેણ બનાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તાબડતોબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે, અને હાલમાં જે લોકો આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' શરૂ કરી દેવાયું છે. પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ જ છે કે બીજું કંઈ. પરંતુ સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ નથી. અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું. જોતા રહો… અડગ મ...
ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

Breaking News, Business, Politics, What's Hot
ગુજરાત હવે વૈશ્વિક ઉદ્યોગો માટે વિશ્વસનીય સરનામું બની ગયું છે! . CM ભૂપેન્દ્ર પટેલની જર્મન ડેલિગેશન સાથે બેઠકનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે, જર્મન ડેલિગેશન ભારતના જીડીપીમાં ગુજરાતના 8 ટકાથી વધુના યોગદાનથી અત્યંત પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે ખાસ 'હેલ્પ ડેસ્ક' શરૂ કરવાના દિશાનિર્દેશ આપ્યા છે, જે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની દિશામાં એક મોટું કદમ છે. જર્મની પોતાની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે અને તે માટે ગુજરાત તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટર અને રિન્યુએબલ એનર્જીમાં જર્મનીની અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. વિકસિત ભારત 2047 ના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત અને જર્મનીની આ જુગલબંધી નિર્ણાયક સાબિત થશે. સિમેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા...
પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

Breaking News, Politics, What's Hot
! અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ વ્હાઇટ હાઉસના ગર્ભમાં ચાલી રહેલી વાતોનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની એટલી યાદ આવી રહી છે કે તેઓ આગામી 1 થી 2 વર્ષમાં ફરીથી ભારતની ધરતી પર પગ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. રાજદૂત ગોરે એક એવી 'ઇનસાઇડ સ્ટોરી' શેર કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો – ટ્રમ્પ રાત્રે 2 વાગ્યે પણ પીએમ મોદીને ફોન કરે છે! આ માત્ર ડિપ્લોમસી નથી, આ પીએમ મોદીની એ તાકાત છે જેના કારણે અમેરિકા આજે ભારતને તેના સૌથી ખાસ જૂથ 'પેક્સ સિલિકા' માં સામેલ કરવા માટે કાલાવાલા કરી રહ્યું છે. ભલે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને ટૅરિફ મુદ્દે ખેંચતાણ ચાલતી હોય, પણ ગોરે સ્પષ્ટ કહી દીધું છે કે 'સચ્ચા મિત્રો' હંમેશા મતભેદ ઉકેલી લેતા હોય છે. સેમીકન્ડક્ટરથી લઈને AI અને હાઈ-ટેક વોરફેર સુધી હવે ભારત અને અમેરિકા ખભેખભા મિલાવીને ચાલશે. જ્યારે રશિયા પરના પ્રતિબંધો...
બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી

બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી

Breaking News, What's Hot
હિન્દુ યુવાન સમીર દાસને પહેલા તેને ચપ્પુના ઘા ઝીંકાયા અને પછી દેશી કટ્ટાથી ગોળી મારીને તેનો જીવ લેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં છેલ્લા 42 દિવસમાં 13 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, છતાં ત્યાંની યુનુસ સરકાર આંકડા છુપાવીને દુનિયાને ગુમરાહ કરી રહી છે. દીપુ ચંદ્ર દાસને ભીડ દ્વારા પીટી-પીટીને મારી નાખવામાં આવ્યો, અમૃત મંડલની હત્યા થઈ અને હવે સમીર દાસ! શું આ ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સુનિયોજિત ષડયંત્ર છે કે હિન્દુઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવે? બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઇસાઈ યુનિટી કાઉન્સિલ કહી રહી છે કે ચૂંટણી પહેલા હિંસા વધશે, પણ પોલીસ અને તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. ભારતની કડક ચેતવણી છતાં બાંગ્લાદેશના અંતરિમ નેતા મોહમ્મદ યુનુસ હિંસાની વાત સ્વીકારવા તૈયાર નથી. શું હિન્દુ હોવું એ બાંગ્લાદેશમાં સજા પાત્ર ગુનો છે? અમે બાંગ્લાદેશના એક-એક હિન્દુ ભાઈ-બહેન માટે અવાજ ઉઠાવતા રહીશું, કારણ કે અન્...
વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

Breaking News, Business, Politics, What's Hot
ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિની કાનૂની વૈધતા અંગેનો અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હાલ માટે ટળી ગયો છે. આ નિર્ણય ટ્રંપની કાર્યકારી સત્તાઓ, ‘America First’ નીતિ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની દિશા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિવાદાસ્પદ ટેરિફ નીતિ પર આજે અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો હવે ટળી ગયો છે. આ કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં પણ અચોક્કસતા યથાવત રહી છે. ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે આ કેસને તેમની પ્રથમ મોટી કાનૂની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રમ્પ પ્રશાસને International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લગાવેલા ટેરિફ કાનૂની રીતે યોગ્ય હતા કે નહીં. આ કાયદો 1977માં અમેરિકી કોંગ્રેસ દ્વા...
વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Breaking News, LifeStyle, What's Hot
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...
ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

Breaking News, What's Hot
Vadodara Crocodile Death: વડોદરાના પાદરામાં 3 મગરોના રહસ્યમય મોત થયા છે. ત્રણ મગરનાં મોત પછી વન વિભાગ દોડતું થયું છે. મગરનાં મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. Vadodara Crocodiles Death: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત થયા છે. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોત થયા છે. આમળા, મોભા અને સાદળ ગામે 1-1 મગરના મોત થયા છે. ત્યારે ત્રણ અલગ-અલગ ગામોમાં ત્રણ મગરોના મોતથી ચકચાર મચી ગઈ છે. મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વન વિભાગે ત્રણેય મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. ત્યારે આ મગરોના મોતને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. આ અંગે હાલમાં તપાસ થઈ રહી છે અને મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તાજવીજ હાથ ધરી છે....
કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

Breaking News, Business, What's Hot
Ahmedabad news: અમદાવાદમાં કોર્પોરેશને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે જો કોઈ PG.., વાંચો વિગતે Ahmedabad Municipal Corporation News: અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેર...