નેશનલ / આસામમાં હિમંતાની હેટ્રિક: ભાજપની જીત પાછળના 5 મોટા કારણો, 1-2 છે સૌથી ચોંકાવનારા
આસામની 2026ની વિધાનસભા ચૂંટણીમાં હિંમત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપે શાનદાર હેટ્રિક નોંધાવી છે. આ જીત માત્ર રાજકીય લહેર નહીં પરંતુ મજબૂત રણનીતિ, વિકાસકાર્ય અને જનતા સાથેના સીધા જોડાણનું પરિણામ છે. ચાલો જાણીએ તે 5 મુખ્ય કારણો, જેમણે ભાજપને ફરી સત્તા સુધી પહોંચાડ્યું.
આસામની 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે હિંમત બિસ્વા શર્માહવે માત્ર રાજકારણી નથી પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણમાં એક પ્રબળ શક્તિ બની ગયા છે. ભાજપે આસામમાં સતત ત્રીજી વખત જીત મેળવી છે, અને આ જીત પાછળ માત્ર કેન્દ્રની લોકપ્રિયતા નહીં પરંતુ સરમાની પોતાની અનોખી રાજકીય રણનીતિનો મોટો ફાળો છે.
લાગણીસભર જોડાણ “મામા”ની છબી
હિમંત બિશ્વા સરમાએ પોતાને જનતાથી નજીક લાવવા માટે એક અલગ રીત અપનાવી. આસામમાં લોકો તેમને “મામા” કહીને બોલાવે છે, જેનાથી તેઓ માત્ર નેતા નહીં પરંતુ પરિવારના સભ્ય જેવી લાગણી ઉભી ક...









