Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

ઈરાન સળગ્યું

ઈરાન સળગ્યું

Breaking News, What's Hot
આજે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયાના દેશ ઈરાન પર ટકેલી છે, જ્યાં મોંઘવારી અને બેરોજગારી સામે જનતાનો આક્રોશ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનોમાં સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. ઈરાનના 100 થી વધુ શહેરોમાં હિંસક અથડામણો થઈ રહી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં 8 માસૂમ બાળકો સહિત કુલ 45 લોકોના મોત થયા છે.પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા છે અને ઠેર-ઠેર આગ લગાડી છે. રસ્તાઓ પર "ખામેનેઈને મોત" અને "ઇસ્લામિક રિપબ્લિકનો અંત" જેવા નારા ગુંજી રહ્યા છે. ઈરાનમાં આજે અરાજકતા જેવો માહોલ આજે પ્રત્યક્ષ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સીધી ધમકી આપી છે કે જો ઈરાન સરકાર પોતાના લોકોને મારશે, તો અમેરિકા જોરદાર હુમલો કરશે.ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાને તેહરાન એરપોર્ટ બંધ કરી દીધું છે અને દેશમાં ઇન્ટરનેટ-ફોન સેવાઓ કાપી નાખી છે. આ ડિજિટલ બ્લેકઆઉટ પાછળ હિંસક ...
“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

Breaking News, Entertainment, Politics
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ભરતા શહેરીજનોને શુદ્ધ પાણી ક્યારે મળશે? આ સવાલ એટલા માટે કારણ કે શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ચાલી વિસ્તારોમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોનો પહાડ ખડકાયો છે.ત્યારે આજે AMC ની વોટર કમિટીની બેઠકમાં પ્રદૂષિત પાણી સામે નવો પ્લાન બનાવવામાં આવ્યો છેઆજે મળેલી વોટર કમિટીની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે માત્ર 7 થી 10 સેમ્પલ લેવામાં આવતા હતા, તે સંખ્યા હવે સીધી ડબલ કરવામાં આવશે. તંત્રએ આદેશ આપ્યો છે કે જ્યાં પણ સેમ્પલ નિષ્ફળ જાય, ત્યાં કોઈ પણ બહાનાબાજી વગર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.પરંતુ સવાલ એ છેકે દર વખતે ફરિયાદો ઉઠ્યા પછી જ તંત્ર કેમ જાગે છે? શું અગાઉથી લાઈનોનું ચેકિંગ ન થઈ શકે? ન્યૂ ભારત ન્યૂઝ આ પ્રદૂષિત પાણીના પ્રશ્ને જનતાની પડખે ઉભું છે અને AMC ના કામ પર સતત નજર રાખશે. https://youtu.be/lY4H_YELCp0?si=AYBXyN7sYuVxT-3...
સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

Breaking News, Entertainment, Politics
1.27 કરોડ રૂપિયા… આ રકમનો દારૂ આજે હિંમતનગરના વિરપુરની સીમમાં રોડ પર વહેતો જોવા મળ્યો. સાબરકાંઠાના ચાર-ચાર પોલીસ સ્ટેશનોએ છેલ્લા 4 મહિનામાં જે મહેનત કરી હતી, જે 36,800 બોટલો ઝડપી હતી, તેના પર આજે પોલીસનું ભારેખમ રોલર ફરી વળ્યું છે.જુઓ આ દ્રશ્યો… નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને પ્રાંત અધિકારીની હાજરીમાં કેવી રીતે કરોડોનો મુદ્દામાલ ચકનાચૂર કરવામાં આવી રહ્યો છે. ગાંભોઈથી લઈને હિંમતનગર સુધીના બુટલેગરો જે માલ પહોંચાડવાની ફિરાકમાં હતા, તે આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ન્યૂ ભારત ન્યૂઝ પોલીસની આ કડક કાર્યવાહીને બિરદાવે છે. https://youtu.be/sGGYE9Vh0wQ?si=zEqgqZI_YAN0PjAx...
સોમનાથમાં આત્મગૌરવ અને આસ્થાનું પર્વ

સોમનાથમાં આત્મગૌરવ અને આસ્થાનું પર્વ

Breaking News, Entertainment
વર્ષ 2027 ના હરિદ્વાર અર્ધકુંભ મેળા પહેલા જ દેશના ધાર્મિક અને રાજકીય આલમમાં એક મોટો વિસ્ફોટ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ એક એવી માંગ કરી છે, જેણે આખા દેશમાં નવી ચર્ચા અને વિવાદ જગાવ્યો છે. સાધ્વી પ્રાચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હરિદ્વારના પવિત્ર ગંગા ઘાટો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.તેમણે તર્ક આપ્યો છે કે જો ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોને એન્ટ્રી નથી મળતી, તો હરિદ્વારમાં ગેર-હિન્દુઓ કેમ આવે? એટલું જ નહીં, સાધ્વી પ્રાચીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા અત્યંત ગંભીર દાવો કર્યો છે.સાધ્વીએ ચેતવણી આપી છે કે જો 06 થી 07 કરોડ શ્રદ્ધાળુઓના મેળામાં ગંગાના પાણીમાં એમોનિયમ નાઈટ્રેટ જેવું કોઈ કેમિકલ ભેળવવામાં આવે તો તેની જવાબદારી કોની? તેમણે લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને ઉત્તરાખંડની ધામી સરકાર ...
રાજકોટ ના  જંગલેશ્વરમાં નોટિસ બાદ મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનો, આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા

રાજકોટ ના જંગલેશ્વરમાં નોટિસ બાદ મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનો, આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા

Breaking News
લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા અરજદારો લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા હતા. કલેક્ટર તંત્રના જણાવ્યા મુજબ, અત્યારે સુધી 1,300થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ જંગલેશ્વરનાં રહેવાસીઓએ વિવિધ પ્રકારના પુરાવા લઈને હાજરી આપી છે અને મામલતદાર કચેરીમાં સોમવારથી કામગીરી ચાલી રહી છે. તંત્રએ જણાવ્યું કે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ છે...
સાણંદના મોરૈયાની બે ખાનગી કંપનીમાં વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

સાણંદના મોરૈયાની બે ખાનગી કંપનીમાં વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

Breaking News
સાણંદના મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી....
ગંગા કિનારે ધાર્મિક યુદ્ધના ભણકારા

ગંગા કિનારે ધાર્મિક યુદ્ધના ભણકારા

Breaking News, Travel
વર્ષ 2027 ના હરિદ્વાર અર્ધકુંભ મેળા પહેલા જ દેશના ધાર્મિક અને રાજકીય આલમમાં એક મોટો વિસ્ફોટ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ એક એવી માંગ કરી છે, જેણે આખા દેશમાં નવી ચર્ચા અને વિવાદ જગાવ્યો છે. સાધ્વી પ્રાચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હરિદ્વારના પવિત્ર ગંગા ઘાટો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.તેમણે તર્ક આપ્યો છે કે જો ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોને એન્ટ્રી નથી મળતી, તો હરિદ્વારમાં ગેર-હિન્દુઓ કેમ આવે? એટલું જ નહીં, સાધ્વી પ્રાચીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા અત્યંત ગંભીર દાવો કર્યો છે.સાધ્વીએ ચેતવણી આપી છે કે જો 06 થી 07 કરોડ શ્રદ્ધાળુઓના મેળામાં ગંગાના પાણીમાં એમોનિયમ નાઈટ્રેટ જેવું કોઈ કેમિકલ ભેળવવામાં આવે તો તેની જવાબદારી કોની? તેમણે લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને ઉત્તરાખંડની ધામી સરકાર ...
સમુદ્રમાં રશિયા-અમેરિકા વચ્ચે મહાજંગ

સમુદ્રમાં રશિયા-અમેરિકા વચ્ચે મહાજંગ

Breaking News
આજે વાત કરવી છે સમુદ્રના એ જંગની, જેણે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધની જ્વાળા ભડકાવી છે. શનિવારે અમેરિકી નેવીએ એક મોટું સાહસ કરીને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા જઈ રહેલા 02 ટેન્કરોને જપ્ત કરી લીધા છે. તેમાંથી એક રશિયાનું 'મેરિનેરા' છે અને બીજું પનામાનું 'સોફિયાઆ કોઈ સામાન્ય ધરપકડ નથી. રશિયાએ અમેરિકાની આંખમાં ધૂળ નાખવા માટે પોતાના જહાજ 'બેલા-1' નું નામ બદલીને 'મેરિનેરા' કરી દીધું હતું. ડિસેમ્બર 2025 માં એકવાર આ જહાજ અમેરિકાના હાથેથી છટકી ગયું હતું, પણ આ વખતે અમેરિકાએ તેને છોડ્યું નથી. 02 અઠવાડિયા સુધી સતત પીછો કર્યા બાદ ઉત્તર એટલાન્ટિકમાં તેને દબોચી લેવામાં આવ્યું છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે અમેરિકા આ જહાજને જપ્ત કરી રહ્યું હતું, ત્યારે તેની બાજુમાં રશિયાની સબમરીન અને યુદ્ધ જહાજો હાજર હતા. તેમ છતાં, રશિયન દળો પોતાના જહાજને બચાવી શક્યા નહીં. રશિયન મીડિયામાં હેલિકોપ્ટરની તસવીરો ફરી રહ...
પ્રદૂષણ રોકવા સુપ્રીમ કોર્ટનું ‘સુપર’ મોનિટરિંગ

પ્રદૂષણ રોકવા સુપ્રીમ કોર્ટનું ‘સુપર’ મોનિટરિંગ

Breaking News, Entertainment, LifeStyle
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે લોકોની જીવનશૈલી પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું સાયકલ છોડી કાર પાછળ ઘેલછા કેમ ?દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટS આજે એક સામાજિક ટિપ્પણી કરી છે. જસ્ટિસની ખંડપીઠે પર્યાવરણની જાળવણી માટે માનવીય અભિગમ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો છે. કાર સ્ટેટ્સ સિમ્બોલ કે શ્વાસ લેવામાં તકલીફ? સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં જણાવ્યું કે, આજે લક્ઝરી કાર એ સુવિધા કરતા વધુ 'સ્ટેટ્સ સિમ્બોલ' બની ગઈ છે. લોકો પોતાની સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે મોટી અને પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ પાછળ દોડી રહ્યા છે. કોર્ટે એ બાબતે પણ ખેદ વ્યક્ત કર્યો કે લોકો હવે સાયકલ ચલાવવાનું બંધ કરીને લક્ઝરી કાર ખરીદવા માટે નાણાં બચાવે છે, જે અંતે તો વાતાવરણમાં ઝેર જ ઘોળે છે.ઇલેક્ટ્રિક કાર ભવિષ્યની જરૂરિયાત કોર્ટે સ્પષ્ટ નિર્દેશ...
ન્યાયના મંદિરમાં કૂતરાઓના કેસની લાઈન

ન્યાયના મંદિરમાં કૂતરાઓના કેસની લાઈન

Breaking News, Entertainment, LifeStyle
સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં કરોડો કેસો પેન્ડિંગ છે જે માણસોના અધિકારો અને ન્યાય માટે છે. પરંતુ, આજે સુપ્રીમ કોર્ટની બેન્ચ પણ એ જોઈને હેરાન થઈ ગઈ કે અત્યારે માણસો કરતા વધુ અરજીઓ 'રખડતા કૂતરાઓ' માટે આવી રહી છે! જસ્ટિસ સંદીપ મહેતાએ ટિપ્પણી કરી છે કે ઇન્સાનિયત સાથે જોડાયેલા કેસોમાં પણ આટલી મોટી સંખ્યામાં અરજીઓ નથી આવતી, જેટલી કૂતરાઓના મુદ્દે આવી રહી છે.શાળા, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ કૂતરાઓના કરડવાની ઘટનામાં જે ચિંતાજનક વધારો થયો છે, તેને સુપ્રીમ કોર્ટે તંત્રની ઘોર નિષ્ફળતા ગણાવી છે.ગયા વર્ષે 7 નવેમ્બર 2025 ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ બાદ નિર્ધારિત શેલ્ટર હોમમાં ખસેડવા જોઈએ, અને તેમને ફરીથી એ જ જગ્યાએ ન છોડવા જોઈએ. આ ઉપરાંત હાઈવે અને એક્સપ્રેસવે પરથી રખડતા પશુઓને હટાવવા માટે પણ કડક આદેશ અપાયા હતા. આવતીકાલે એટલે કે બુધવારે જસ્ટિસ ...