Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Breaking News, What's Hot
Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર દારૂના નશામાં ધુત બિલ્ડર પુત્ર ધવલ પીપળીયાએ વોલ્વો કારથી 5 વાહનોને અડફેટે લીધા છે. 5 ઈજાગ્રસ્ત, લોકોએ નબીરાને ફટકાર્યો છે. રંગીલા ગણાતા રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે દારૂના નશામાં ચૂર એક બિલ્ડર પુત્રએ પોતાની કારથી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 4 કાર અને 1 બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વોલ્વો કાર બની 'કાળ' ઘટનાની મળતી માહિતી અનુસાર, બિલ્ડર મહેશભાઈ પીપળીયાનો પુત્ર ધવલ પીપળીયા દારૂના નશામાં ફૂલ હતો, અને પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બાલાજી હોલ પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ઉભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકસાથે 4 મોટર કાર અને 1 બાઈકને ભારે ...
મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

Breaking News, LifeStyle, Travel, What's Hot
મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે. ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાન...
Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Breaking News, LifeStyle, What's Hot
ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા હતા. હવે સરકારે બુધવારથી સોનું અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે જેના કારણે સોનાના ભાવમાં અચાનક લગભગ 11,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સોનું અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકારના એક નિર્ણય બાદ આ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધારો થયો છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં અચાનક 10 ગ્રામ દીઠ 11,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ ઝડપથી વધી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો. આ તેજીનું મુખ્ય કારણ એ છે કે સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (કસ્ટમ ડ્યૂટી) વધારી દીધી છે. અગાઉ આ ડ્યૂટી 6 ટકા હતી જેને હવે સીધી વધારીને 15 ટકા કરવામ...
સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

Breaking News, What's Hot
સુરતના વરાછામાં બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. લૂંટારૂઓને આશરો આપનારા આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોંકાવનારી લૂંટકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટારુઓને આશરો આપનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે. બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા હતા અને બેંકની વિગતવાર રેકી કરતા હતા....
અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

Breaking News, LifeStyle, Technology, Travel, What's Hot
અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી મારફતે હવે આપોઆપ સમસ્યાઓ ઓળખશે. શહેરમાં હવે બસો માત્ર મુસાફરી માટે નહીં પણ 'ચાલતા સીસીટીવી કેમેરા' તરીકે કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી આપોઆપ સમસ્યાઓ ઓળખશે તેમજ ગંદકી, ખાડા કે ટ્રાફિક ઉલ્લંધન માટે હવે ફરિયાદ કરવાની જરૂર નહીં પડે સિસ્ટમ પોતે જ નોંધશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ હવે ટેક્નોલોજીના ઉપયોગમાં એક નવું ડગલું માંડવા જઈ રહ્યું છે. શહેરના મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા ૧,૦૦૦ એએમટીએસ અને અન્ય સરકારી વાહનો પર આધુનિક ‘એઆઈ આધારિત ડેશકેમ' લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેવી રીતે કામ કરશે આ 'સ્માર્ટ ડેશકેમ'? આ ડેશકેમ માત્ર સામાન્ય વિવિધ રૂટ પર ફરશે ત્યારે કેમેરા રસ્તા પરની ખામીઓ અને ટ્રાફિક નિયમોના ...
મુંબઈમાં આતંકી ખતરો: તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મુંબઈમાં આતંકી ખતરો: તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Breaking News, LifeStyle, What's Hot
મુંબઈની તાજ અને ટ્રાઇડેન્ટ હોટલ પર આતંકવાદી હુમલાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. મુંબઈની પ્રતિષ્ઠિત તાજ હોટેલ અને ટ્રાઇડેન્ટ હોટેલને ફરી એકવાર સુરક્ષા એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. બંને હોટલોને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે દાવો કર્યો હતો કે આતંકવાદી હુમલો નિકટવર્તી છે. આ માહિતી બાદ, મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને સુરક્ષા કડક કરી દીધી. ધમકીની માહિતી મળતાં, પોલીસે બંને હોટલની સઘન તપાસ શરૂ કરી. સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ભૂલ ન થાય તે માટે ઉચ્ચ તકેદારી રાખી હતી. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક નજર રાખવા માટે દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી અને ફોન કરનારને શોધી કાઢ્યો. તપાસ દરમિયાન, ફોન કરનારને મુંબઈના સાયન વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પોલીસ ...
West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

Breaking News, Politics, What's Hot
વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે પણ રોકવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામોમાં હાર બાદ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટીએમસીના કાર્યકરો અને નેતાઓને દબાવવામાં આવ્યા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ભાજપે ચૂંટણીમાં પ્રભાવ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે “અમે ચૂંટણી હાર્યા નથી, પરંતુ અમને હરાવવામાં આવ્યા છે.” તેમણે વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન...
₹1.53 લાખ કરોડના નિર્ણયોને મંજૂરી, શેરડી ખેડૂતો માટે નવી યોજના જાહેર

₹1.53 લાખ કરોડના નિર્ણયોને મંજૂરી, શેરડી ખેડૂતો માટે નવી યોજના જાહેર

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
શેરડીના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે શેરડીની FRP ₹365 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ સાથે કુલ ₹1 લાખ કરોડના ફંડની વ્યવસ્થા પણ ખેડૂતોના ચુકવણી માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કુલ ₹1.53 લાખ કરોડના મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કર્યા છે. આ અંગે માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. બેઠકમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કપાસ ઉત્પાદન વધારવા માટે “કપાસ ઉત્પાદકતા મિશન” અંતર્ગત ₹5,659 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કસ્તુરી કપાસ માટે અલગથી ₹1,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોને રાહત આપવા માટે ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ₹18,100 કરોડની મંજૂરી આપવામાં આવી છે. સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ માટે ₹877 કરોડની મંજૂરી શેરડીના ખેડૂતો મા...
Indian Armyનો મોટો નિર્ણય, સ્વદેશી તોપોથી હવે વધશે ફાયરપાવર

Indian Armyનો મોટો નિર્ણય, સ્વદેશી તોપોથી હવે વધશે ફાયરપાવર

Breaking News, Technology, What's Hot
ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે. ભારતીય સેના પોતાની આર્ટિલરી શક્તિને મોટાપાયે આધુનિક બનાવી રહી છે. તેનો મુખ્ય હેતુ જૂની તોપોને હટાવીને નવી, લાંબી રેન્જ સુધી માર કરતી અને ઝડપી રીતે તૈનાત થઈ શકતી સ્વદેશી 155 મીમી તોપોનો સમાવેશ કરવાનો છે. આ સમગ્ર અભિયાન 'ફીલ્ડ આર્ટિલરી રેશનલાઇઝેશન પ્લાન' હેઠળ ચાલી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવે છે. સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારીમાં ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી ટોયડ હોવિત્ઝર “ધનુષ” (Dhanush) છે, જે બોફોર્સ ડિઝાઈન પર આધારિત છે. સેનાને તેની 114 તોપોની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને 2026 સુધીમાં છેલ્લી ખેપ મળવાની શક્યતા છે. સરકાર હવે વધુ 300 તોપોના નવા ઓર્ડરની તૈયારી...
Ganga Expressway પર ટ્રક સાથે ટકરાઈ ડબલ ડેકર બસ, 30 લોકો થયા ઘાયલ

Ganga Expressway પર ટ્રક સાથે ટકરાઈ ડબલ ડેકર બસ, 30 લોકો થયા ઘાયલ

Breaking News, LifeStyle, Travel, What's Hot
સ્થાનિક માહિતી મુજબ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંગા એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક દિવસોમાં સતત માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી એક ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ. આ અકસ્માતમાં લગભગ 30થી 35 મુસાફરો ઘાયલ થયા છે. હાલમાં તમામ ઘાયલોને તાત્કાલિક સંભલ જિલ્લાના બહુજોઈ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક માહિતી મુજબ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લા...