Sunday, August 16News That Matters

Breaking News

કાર્યક્રમ / ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ, બે દિવસના ટૂરનું ફુલ શિડ્યુલ આવ્યું સામે

કાર્યક્રમ / ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ, બે દિવસના ટૂરનું ફુલ શિડ્યુલ આવ્યું સામે

Breaking News
Amit Shah In Gujarat : પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે... અહીં જાણો તમામ વિગતો Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદનો તેમનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો, સમીક્ષા બેઠકો અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોથી વ્યસ્ત રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રિત આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા સાથે સંગઠનાત્મક બેઠકોમાં પણ ભાગ લેશે. પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે. ‘ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા’ અભિયાન હેઠળ વૃક્ષારોપણની કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ SG હાઇવેના નવીનીકરણ અને તળાવોન...
રાહત / LPGને લઈને આવી ગુડ ન્યૂઝ, શું ઘટી ગયા ઘરેલુ સિલિન્ડરના ભાવ? બુક કરતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

રાહત / LPGને લઈને આવી ગુડ ન્યૂઝ, શું ઘટી ગયા ઘરેલુ સિલિન્ડરના ભાવ? બુક કરતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

Breaking News
શનિવારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો માર્ચમાં થયો હતો, જ્યારે ભાવ ₹60 હતો. ભારતમાં શનિવારે LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના દર પણ જાહેર થયા, પરંતુ આ વખતે ઘરેલુ ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લા વખત માર્ચ મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે બીજી તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોના ભાવ દેશના મોટા શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના નવા દર મુજબ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹913 છે. કોલકાતામાં ગ્રાહકોને ₹939 ચૂકવવા પડશે, જ્યારે મુંબઈમાં ભાવ ...
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

Breaking News, LifeStyle
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદ સરકાર દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ બાદ દુનિયાભરમાં તેલ સંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 409.78 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 409.58 રૂપિયા થયો છે. પાકિસ્તાન સરકાર અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદથી દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. ગયા અઠવાડિયે સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 14.92 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલમાં 15 રૂપિયાનો વધારો મંજૂર કર્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ 6 માર્ચે સરકારે સૌથી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. ...
BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

Breaking News, Politics
Gautam Adani US Case : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના હાઈ-પ્રોફાઈલ કેસમાં એક મોટો યુ-ટર્ન આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાનું ન્યાય વિભાગ દ્વારા અદાણી સામેનો કેસ પડતો મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ આ કેસ માટે રોબર્ટ જે. ગિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે. ગિયુફ્રા પ્રખ્યાત લૉ ફર્મ 'સુલિવન એન્ડ ક્રોમવેલ'ના કો-ચેરમેન છે તથા તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ રહી ચૂક્યા છે. અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણની ઓફર  વોશિંગ્ટનમાં ન્યાય વિભાગ સાથેની એક બેઠક દરમિયાન અદાણીના વકીલે એક અનોખી ઓફર રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જો આરોપો પડતા મૂકવામાં આવે, તો અદાણી ગ્રૂપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે અને ત્યાં 15 હજાર નવી નોકરીનું સર્જન કરશે. રિપોર્ટ અનુસાર, વકીલ ગિયુફ્રાએ ન્યાય વિભાગના અધિકારીઓ સમ...
Historic Verdict / મધ્ય પ્રદેશની ધાર ભોજશાળા અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે સત્તાવાર રીતે મંદિર જાહેર

Historic Verdict / મધ્ય પ્રદેશની ધાર ભોજશાળા અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે સત્તાવાર રીતે મંદિર જાહેર

Breaking News
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી પ્રખ્યાત ભોજશાળાના વિવાદ પર આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં ભોજશાળાને મંદિર જાહેર કરી છે. કોર્ટે ભોજશાળાને લઈને હિન્દુ પક્ષની માંગ સ્વીકારી લીધી છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં આ મામલે વર્ષ 2022માં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા મહિનાની 6 એપ્રિલથી સતત સુનાવણી બાદ 12 મેના રોજ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે, કોર્ટે આજે શુક્રવાર, 15 મેના રોજ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ ચુકાદા પહેલા ધાર જિલ્લામાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી હતી. આ સાથે જ 5થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારના ધરણા, પ્રદર્શન અને સરઘસ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ પોલીસ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ ટિપ્પણી કરનારાઓ પર કડક નજર રાખી રહી છે. આ સ...
BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

Breaking News, Politics
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે. શું છે વિવાદનું મુખ્ય કારણ? મમતા બેનર્જીએ 1980 ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જોકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે? BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બા...
Jobs News / ભારતીય રેલવેમાં 11 હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

Jobs News / ભારતીય રેલવેમાં 11 હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

Breaking News
રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે. રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે. આ ભરતી ઝુંબેશ હેઠળ દેશભરના વિવિધ રેલ્વે ઝોનમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે આશરે 11,127 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 15 મેથી શરૂ થઇ રહી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો RRB ની ઓફિશિયલ વેબસાઇટ, rrbapply.gov.in દ્વારા અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે. અરજદારોએ સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને ફોર્મ ભરતી વખતે તેમની પસંદગીની રેલ્વે ભરતી બોર્ડ પસંદ કરવી પડશે. આ પસંદગીના આધારે પસંદ કર...
BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

Breaking News, LifeStyle, What's Hot
પેટ્રોલ અને ડીઝલ પછી, દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોના ખર્ચમાં વધુ વધારો થવાનો છે. 15 મેની વહેલી સવારે દેશની જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં સીએનજી ₹79.09 પ્રતિ કિલોના ભાવે મળશે. આ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકો, ટેક્સી-ઓટો ડ્રાઇવરો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર પડશે. ખાસ કરીને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે મુસાફરી ખર્ચ વધુ વધી શકે છે. મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધાર...
Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ લગભગ ₹1,500 જેટલો ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹10,300નો મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી બંનેના ભાવ નબળા રહ્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલાં ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે ઊંચા ભાવના કારણે માંગ ઘટી રહી છે, જેના કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ₹1,500 ઘટીને ₹1,60,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ ₹10,300 ઘટીને ₹2,80,805 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલા સોનાના ભાવમાં સતત બે દિવસ સુધી વધારો જોવા મળ્યો હતો, પરંતુ 14 અને 15 મેના રોજ ફરી ભાવ નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધ...
BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

Breaking News, What's Hot
NEET-UG 2026 પરીક્ષાની નવી તારીખ આખરે જાહેર કરવામાં આવી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ચાલી રહેલી અનિશ્ચિતતા દૂર થઈ છે. પેપર લીક વિવાદ બાદ હવે પરીક્ષા 21 જૂન 2026, રવિવારના રોજ યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષાને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 21 જૂન 2026, રવિવારના દિવસે લેવામાં આવશે. પેપર લીકના ગંભીર આરોપો સામે આવ્યા બાદ અગાઉ લેવાયેલી પરીક્ષા રદ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા ફેલાઈ હતી. 3 મેના રોજ દેશભરમાં આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારબાદ પેપર લીક થવાના આક્ષેપો સામે આવ્યા અને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. આ ઘટનાને કારણે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. સ્થિતિ ગંભીર બનતાં સંબંધિત વિભાગોએ તપાસ શરૂ કરી...